મોરબી દુર્ઘટના: CM અને હર્ષ સંઘવી તાત્કાલિક મોરબી જવા રવાના, બ્રિજ તૂટતા 35નાં મોતની આશંકા

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: ગુજરાતમાં ભ્રષ્ટાચારનો એક નમુનો ચૂંટણી પહેલા જ જાહેર થયો હતો. મોરબીમાં હજી ચાર દિવસ પહેલા જ ખુલ્લો મુકવામાં આવેલો ઝુલતો પુલ તુટી પડ્યો હતો. જેના કારણે પુલ પર રહેલા સેંકડો લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. હાલ તો રાહત અને બચાવ કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં 35નાં મોત અને 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની સંભાવના છે. જોકે ઈજાગ્રસ્તોને આંકડો હજુ પણ વધી શકે છે.

CM અને હર્ષ સંઘવી મોરબી જવા રવાના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને કેવડિયા હતા. ઘટનાની જાણકારી મળતા જ તેઓ સીધા મોરબી જવા માટે રવાના થયા છે. તેમની સાથે હ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક મોરબી જવાના રવાના થઈ ગયા છે. આ અંગે મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જાણ કરી હતી કે, મારા આગળના આજના તમામ કાર્યક્રમો હાલ રદ કરીને મોરબી જવા રવાના થઈ રહ્યો છું. સ્થળ પર રૂબરૂ પહોંચીને પરિસ્થિતિનું સીધુ મોનિટરિંગ તથા તંત્ર સાથે જરૂરી સંકલન સાધીશ.

ADVERTISEMENT

PM મોદી પણ મોરબી જાય તેવી શક્યતા
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે છે. તેમની સૂચના મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક બાય કાર વડોદરા પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ મોરબી જવા રવાના થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે છે. એવામાં તેઓ મોરબી જાય એવી શક્યતાઓ છે. PM દ્વારા એરફોર્સના હેલિકોપ્ટરને સૂચના આપવામાં આવી છે.

મૃતકોને રૂ.4 લાખની સહાયની જાહેરાત
બીજી તરફ સમગ્ર દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા મૃતકોને રૂ. 4 લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT