શિક્ષણ ક્ષેત્રે ક્લાસ-1 અધિકારી લાંચ લેતા પકડાયા, ACBએ ભ્રષ્ટાચારનો કર્યો પર્દાફાશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી, મહિસાગરઃ અત્યારે ભ્રષ્ટાચાર સામે તંત્ર લાલ આંખ કરીને ઊભું છે. ત્યારે મહિસાગર જિલ્લામાં ACBએ સફળ ટ્રેપ કરી લાંચ લેતા ક્લાસ-1 અધિકારીને ઝડપી પાડ્યો છે. જિલ્લા શિક્ષણ ક્ષેત્રનો ક્લાસ-1 અધિકારી લાંચ લઈ રહ્યો હતો. ત્યારે ACBએ ટ્રેપ ગોઠવી તેને ઝડપી પાડ્યો છે. આ સમગ્ર ઘટના સામે આવતા જ ચકચાર મચી જવા પામી છે.  ભ્રષ્ટાચાર કરતા ક્લાસ-1 અધિકારીની અત્યારે ભારે ચર્ચા થઈ રહી છે.

20 હજારની લાંચ લેતા પકડાયો
મહિસાગર જિલ્લા એસીબીની સફલ ટ્રેપના કારણે ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવી ગયો છે. જિલ્લા શિક્ષણ ક્ષેત્રે ક્લાસ-1 ઓફિસર અત્યારે 20 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ સામે આવતા જ ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ભોમાનંદ સ્કૂલ સરસણ ખાતે એમ્પ્લોઈમેન્ટ નંબર માટે તેમણે 20 હજાર રૂપિયાની લાંચ માગી હોવાની માહિતી સામે આવી રહી છે.

 આ પણ વાંચો: ગાંધીનગરઃ શિક્ષકોને આદેશ, 1 કલાક વધુ ભણાવો, જાણો કેમ?

ADVERTISEMENT

જાગૃત નાગરિકે ફરિયાદ કરી ભાંડો ફોડ્યો
પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે એક જાગૃત નાગરિકે ક્લાસ-1 અધિકારી દ્વારા 20 હજાર રૂપિયાની લાંચ લેવાતી હોવાનો ભાંડો ફોડ્યો છે. એટલું જ નહીં એમ્પ્લોયમેન્ટ નંબર માટે તેમણે આ રકમ માગી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ક્લાસ-1 અધિકારીની આ પ્રમાણેની લાંચવૃત્તિનો સફાયો ACBએ કરી દેતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ ક્લાસ-1 અધિકારીને લાંચ લેવાની શી જરૂર પડી હશે?

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT