MSU ની કોમર્સ ફેકલ્ટીમાં વિરોધ દરમિયાન મારામારી, વિજીલન્સની કામગીરી પર ઉઠયા સવાલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક, વડોદરા: શહેરની એમ એસ યુનિ. માં અનેક વખત વિવાદ સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન ગુજરાત કોમર્સ ફેકલ્ટીમાં દેખાવો વખતે મારામારી થયાની ઘટના સામે આવી છે. AGSU અને AGSG ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થયાની ઘટના સામે આવી છે.

વડોદરાની એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાના મામલે છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિવિધ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં આજે સવારે કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડીંગમાં એક જુથ વિરોધ કરી રહ્યું હતું. જે બાદ બે જુથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. પ્રત્યદર્શીએ મીડિયાને જણાવ્યા અનુસાર, એક જૂથની વિદ્યાર્થીનીએ આવીને અન્ય જુથના વિદ્યાર્થીને લાફો માર્યો હતો. જે બાદ યુનિ. પરિસરમાં છુટ્ટા હાથની મારામારી જોવા મળી હતી.

મારામારીનો ભોગ બનનાર વિદ્યાર્થીએ મીડીયાને કહ્યું કે, અગાઉ ચાર-પાંચ મહિના પહેલા આ લોકોએ મને મારવાનો પ્રયત્ન કર્યો હતો. તે વાતની અદાવત રાખીને આ લોકોએ આજે ફરી મને મારવાનો પ્રયત્ન કર્યો છે. યુનિ. વિજીલન્સ પણ હાજર હતી. તેમણે મને બચાવ્યો, હું તેમને આભાર વ્યક્ત કરૂ છું. મારી ઇચ્છા છે કે, આ લોકો પર કમિટી બેસે. આ એજીએસયુ દર વખતે આવું જ કરે છે. ભુતકાળમાં આ ગ્રુપના વિદ્યાર્થીઓ પર ગંભીર આરોપો લાગી ચુક્યા છે. આ ગ્રુપ બેન થવું જોઇએ. આ ગ્રુપના કારણે જ યુનિ.નું નામ બગડી રહ્યું છે.

ADVERTISEMENT

છોકરી હોવાનો ફાયદો ઉઠાવ્યો
એજીએસયુ ગ્રુપની દિયા પટેલે મીડિયાને કહ્યું કે, આજે એક ગ્રુપ આંદોલન કરી રહ્યું હતું. અમે શાંતિ પૂર્વક તેઓનું આંદોલન જોઇ રહ્યા હતા. તે લોકોને કોઇ પણ પરેશાની કરી ન હતી. તેમાંથી એક છોકરીએ આવી ડાયરેક્ટ અમારા ગ્રુપના એક છોકરાને લાફો મારી દીધો. એટલે હું તેની સાથે શાંતિથી વાત કરવા ગઇ, મેં તેને પુછ્યું કે તે લાફો કેમ માર્યો, તે કોઇ કારણ આપતી નથી. તેણે મને કહ્યું કે, તુ મારામાં ના પડીશ. છોકરી છે એટલે છોકરાને કંઇ પણ કરશે. તે છોકરી હોવાનો ફાયદો ઉઠાવી રહી છે.

વિજીલન્સની કામગીરી પર ઉઠયા સવાલો
આ મારામારીને લઇ યુનિ.માં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચી વિજીલન્સ તૈનાત કરવાની વ્યવસ્થા પોકળ પુરવાર થઇ છે. અગાઉ પણ આ બંને જૂથ વચ્ચે મારામારીની ઘટનાઓ સામે આવતી રહી છે. તેવામાં યુનિ.માં મારામારી રોકવા માટે તંત્ર શું પગલા લે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT