કચ્છમાં RTO એજન્ટ અને અધિકારી વચ્ચે મારામારી, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
કૌશિક,કાંઠેચા, કચ્છ: જિલ્લાની મુખ્ય RTO કચેરી અનેક વખત વિવાદના વંટોળમાં આવી ચૂકી છે. ત્યારે ફરી એકવાર વિવાદમાં આવી છે. કચ્છમાં RTO એજન્ટ અને અધિકારી વચ્ચે…
ADVERTISEMENT
કૌશિક,કાંઠેચા, કચ્છ: જિલ્લાની મુખ્ય RTO કચેરી અનેક વખત વિવાદના વંટોળમાં આવી ચૂકી છે. ત્યારે ફરી એકવાર વિવાદમાં આવી છે. કચ્છમાં RTO એજન્ટ અને અધિકારી વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે. આ બનાવ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
કચ્છ જિલ્લાની મુખ્ય RTO કચેરી વધુ એક વખત વિવાદમાં આવી છે. ડ્રાઇવિંગ ટેસ્ટ બાબતે એજન્ટ અને RTO અધિકારી વચ્ચે બોલાચાલી થઈ અને આ બોલાચાલી મારામારી સુધી પહોંચી છે. RTOમાં એજન્ટ અને RTO ઇન્સપેકટર વચ્ચે મારામારી થતા માહોલ ગરમાયો છે. મારામારીનો આ બનાવ પહેલો નથી અગાઉ પણ આવી રીતે RTO અધિકારીઓ અને એજન્ટ વચ્ચે મારામારીના બનાવો બની ચૂક્યા છે.
મારામારીના વિડીયો આવ્યા સામે
ભુજ ખાતે આવેલ કચ્છ જિલ્લાની મુખ્ય આરટીઓ કચેરીમાં RTO ઇન્સપેકટર ડી. એન. પંચાલ અને એજન્ટ વચ્ચે મારામારી થયાના વિડિઓ સામે આવ્યા છે. RTO અધિકારીના કામમાં રુકાવટ કરતા બંને વચ્ચે બોલાચાલી અને ત્યાર બાદ મામલો વધુ ગરમાતા એજન્ટ અને RTO અધિકારી વચ્ચે મારામારી થઇ હતી. એજન્ટ અને RTO ઇન્સ્પેક્ટર વચ્ચે ડ્રાઇવિંગ ટેસ્ટ બાબતે મારામારી થઈ હોવાનો ચર્ચાઇ રહ્યું છે.
ADVERTISEMENT
મામલો પોલીસ મથકે પહોંચ્યો
કચ્છમાં RTO એજન્ટ અને અધિકારી વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે. આ બનાવ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ઘટનાની જાણ પોલસને કરતાં તે ઘટના સ્થળે પહોંચી છે. એજન્ટ અને RTO ઇન્સ્પેક્ટર વચ્ચે ડ્રાઇવિંગ ટેસ્ટ બાબતે મારામારી થઈ હોવાનો ચર્ચાઇ રહ્યું છે. જોકે કોઈ નક્કર કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.
ADVERTISEMENT