મોડાસામાં ચૂંટણી પછી લોકો વચ્ચે મારામારી, લાકડીઓ લઈને હુમલાનો પ્રયત્નો; જાણો વિગતવાર..
અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પણ પૂરૂ થઈ ગયું છે. ત્યારે મોડાસામાં ચૂંટણી પછી મારામારીના દ્રશ્યો સર્જાતા જોવાજેવી થઈ હતી. પ્રાપ્ત થતી વિગતો…
ADVERTISEMENT
અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પણ પૂરૂ થઈ ગયું છે. ત્યારે મોડાસામાં ચૂંટણી પછી મારામારીના દ્રશ્યો સર્જાતા જોવાજેવી થઈ હતી. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે શહેરના લઘુમતી વિસ્તારમાં હાથાપાઈ થતા મુદ્દો ગરમાયો હતો. અત્યારે મારામારીના વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે હજુ સુધી કયા મુદ્દાને લઈને હાથાપાઈ થઈ હતી તે સામે આવી શક્યું નથી.
લોકોના ટોળા એકઠા થયા…
મોડાસામાં ચૂંટણી પછી મારામારીના દ્રશ્યો સર્જાતા માહોલ ગરમાયો હતો. અહીં શહેરના લઘુમતી વિસ્તારમાં લોકો વચ્ચે બોલાચાલી અને હાથાપાઈ થતા મામલો બિચક્યો હતો. નોંધનીય છે કે આનો વીડિયા વાઈરલ થઈ રહ્યો છે જેમાં લોકો લાકડીઓ લઈને એકબીજા પર હુમલો કરતા નજરે પડી રહ્યા છે. જોકે આ હાથાપાઈનું કારણ હજુ સુધી બહાર આવી શક્યું નથી.
With Input: Hitesh Sutriya
ADVERTISEMENT
ADVERTISEMENT