ચૂંટણી જાહેર થતાં જ જીતના દાવાઓ શરૂ, ભાજપના નેતાઓને જીતનો વિશ્વાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની સત્તા વાર જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ચૂંટણીના પરિણામ પહેલા જ રાજકીય પક્ષોએ જીતનો દાવો કરી દીધો છે.  8 ડિસેમ્બરે જાહેર થઈ જશે કે ગુજરાતનો તાજ કોણ પહેરશે. પરંતુ ભાજપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કહ્યું કે કમળ ખિલશે, ગુજરાત  જીતશે

ગુજરાત ભાજપનું ટ્વિટ
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ ગુજરાત ભાજપના ઓફિસિયલ પેજ પર ટ્વિટ કરવામાં આવ્યું છે ને કહ્યું કે ગુજરાતનો ભરોસો તો ભાજપ પર જ,  કમળ ખિલશે, ગુજરાત જીતશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આ વખતે પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલ અનેક યુવા મતદાતાઓ સહિત સૌ નાગરિકો ભાજપની વિકાસની રાજનીતિ અને વિઝનરી નેતૃત્વ પ્રત્યે અઢળક પ્રેમ અને વિશ્વાસ સાથે ફરી એકવાર કમળ ખીલવશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. કમળ ખીલશે ગુજરાત જીતશે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

ભાજપ અધ્યક્ષે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો 

ADVERTISEMENT

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણી જાહેરાતને આવકારી હતી અને કહ્યું હતું કે, હું ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને આવકારું છું. આદરણીય વડાપ્રધાન  નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં ભાજપ ફરી ગુજરાતમાં જંગી બહુમતી સાથે ડબલ એન્જિનની સરકાર બનાવશે અને આગામી 5 વર્ષ સુધી જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરશે.

 

    follow whatsapp

    ADVERTISEMENT