CJI DY ચંદ્રચુડની કારનો ફોટો વાયરલ, નંબર જોઈને ચોંકી જશો, જાણો શું છે ખાસ

ADVERTISEMENT

કેમ વાયરલ થઈ રહ્યો છે CJI DY ચંદ્રચુડની કારનો ફોટો?
Chief Justice DY Chandrachud Unique Car
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

DY ચંદ્રચુડની કારની નંબર પ્લેટ વાયરલ

point

ડીવાય ચંદ્રચુડની કારની નંબર પ્લેટની ચર્ચા

point

Lloyd Mathiasએ શેર કર્યો ફોટો

Chief Justice DY Chandrachud Unique Car: ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડની કારની નંબર પ્લેટ વાયરલ થઈ રહી છે. રવિવારે બપોરે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ થતાં જ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની કારની નંબર પ્લેટની ચર્ચા થવા લાગી. હવે સવાલ એ થાય છે કે આખરે આ નંબર પ્લેટમાં એવું તો શું ખાસ છે, જોકે આ કાર મર્સિડીઝ છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

બિઝનેસ એક્ઝિક્યુટિવે કરી પોસ્ટ

 

વાસ્તવમાં, બિઝનેસ એક્ઝિક્યુટિવ લોયડ મેથિયસ ( Lloyd Mathias)એ  રવિવારે એક્સ પ્લેટફોર્મ (જૂનું નામ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં તેમણે એક ફોટો પણ શેર કર્યો છે, જે ખૂબ જ ખાસ છે અને આજે દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. લોયડ મેથિયસની પોસ્ટમાં જોવા મળી રહ્યું છે કે કે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની કારનો નંબર DL1 CJI 0001 છે, જે ખૂબ જ શાનદાર છે.


એક્સ પોસ્ટથી થયો ખુલાસો

 

Lloyd Mathias એ પોસ્ટ પર લખ્યું, મેં ગઈકાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડ (CJI DY Chandrachud)ને જોયા. બહાર નીકળતી વખતે હું તેમની કારની નંબર પ્લેટ (DL1 CJI 0001)ને જોયા વગર રહી જ ન શક્યો, વેરી કુલ. જો મુખ્ય ચૂંટણી કમિશનરની કારનો નંબર DL1 CEC 0001 હોત તો કેટલું સારું હોત?

ADVERTISEMENT

Lloyd Mathias ની પોસ્ટ 

 


જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની કાર

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પાસે મર્સિડીઝ E 350D છે. ફ્રી-પ્રેસ જર્નલ અનુસાર, આ કાર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના નામે રજીસ્ટર્ડ છે. આવી સ્થિતિમાં આ કાર જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની પર્સનલ કાર નથી.

કારની કેટલી છે કિંમત?

 

આ મર્સિડીઝ E 350D કાર ઈ-ક્લાસ લાઇનઅપનું ટોપ મોડલ છે. તેની કિંમત 88 લાખ રૂપિયા છે. આ કારમાં ઘણા સારા ફીચર્સ છે અને આ કાર ચાર કલરમાં આવે છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT