છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ BTP ને કહ્યું અલવિદા, આપ્યું આ કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓ માટે નારાજગીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. એક બાદ એક નેતાઓ નારાજ થઈ રહ્યા છે. ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ જાણે ગુજરાતના રાજકારણમાં રાજીનામાનો વરસાદ થઈ રહ્યો હોય તેવી સ્થિતનું નિર્માણ થઈ રહ્યું છે. હવે છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ BTP તથા BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષથી નારાજ થઈ રાજીનામું ધરી દીધું છે.

ગુજરાતમાં આદિવાસી સમાજનાં મુદ્દાઓની મુદ્દાને લઈને ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં પણ ફૂટ પડી હોય તેવું લાગી થયું છે કારણ કે છોટુ ભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાપિતા-પુત્રના સંબંધોમાં તિરાડ પડી ગઈ હોઈ તેમ લાગી રહ્યું છે
તિરાડની શરૂઆત અહીથી થઈ
આ તિરાડ ની શરૂઆત ત્યારે  થઈ હતી કે બીટીપીનું  જનતા દળ યુ સાથે ગઠબંધન થયું  થોડા દિવસ પહેલા થયાની જાહેરાત તે વખતે બિટીપીના રાષ્ટ્રીય સંયોજક છોટુભાઇ વસાવા જાહેરાત કરી હતી પરંતુ આ જાહેરાત વખતે મહેશભાઈ વસાવા ઉપસ્થિત ન હતા. ત્યારે મહેશ વસાવાએ આ મુદ્દે એવું જણાવ્યું હતું કે આ જે ગઠબંધન છે એમના પિતા શ્રી જે છોટુભાઈ વસાવા એમનું પોતાનું અંગત મંતવ્ય છે. અને ત્યારબાદ btp નીચે ટિકિટોની વહેંચણી કરવામાં આવી છે.  બિટીપીની સેઈફ સીટ પર પિતા છોટુ ભાઈ ની જગ્યાએ મહેશભાઈ વસાવા જાતે લડી રહયા છે.અને જ્યાંથી મહેશ વસાવા ધારાસભ્ય છે જે સીટ ડેડીયાપાડા
જિલ્લા પ્રમુખ બહાદૂર વસાવાને ટિકિટ આપી  
આ ઘટના બાદ છોટુભાઈ વસાવ ના કુટુંબમાં ખટરાગ હોય તેવી સ્થિતિ જણાય રહી છે. કારણ કે છોટુભાઈ વસાવાના બીજા પુત્ર છે દિલીપભાઈ વસાય તેમને બિટીપીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે અને તેમને જણાવ્યું છે કે આ સોશિયલ મીડિયા પર કે તેઓ એસટી એસટી અને ઓબીસી માટે કામ કરતા રહેશે ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને બીટીટીએસ તમામ હોદ્દાઓ પરથી  દિલીપભાઈએ રાજીનામું  આપતા હડકંપ મચી ગયો છે.  જવા પામેલ છે ત્યારે લાગી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીને લઇને છોટુભાઈ વસાવા ના બંને પુત્રો વચ્ચે કોઈ ખટરાગ હોય તેની સ્થિતિના કારણે જ છોટુભાઈ વસાવા ના નાના પુત્ર જે છે. મહેશભાઈ વસાવા કરતાં નાના દિલીપભાઈ છે તેમને તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે ત્યારે જોવાનું રહેશે કે બીટીપીની અને છોટુભાઈ વસાવાના ઘરનો ભાઈ ભાઈ અને પિતા પુત્રનો ખટરાગ છે જેની પરિણામ પર કેટલી અસરો થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT