તવાંગ અંગે 22 કલાક પછી ચીની સૈન્યનું પહેલું નિવેદન, સૈનિકો વચ્ચે ઘર્ષણનું કારણ જણાવ્યું..

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સૈન્ય અને ભારતીય સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અંગે ચીની સૈન્ય દ્વારા પહેલી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. આ ઘર્ષણને લઈને ચીની સૈન્યએ તો ભારતીય સેના પર જ દોષનો ટોપલો ઢોળી દીધો હોય એમ કર્યું છે. ચીની સૈન્ય દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતીય સેનાનાં જવાનોએ ગેરકાયદેસર રીતે વિવાદિત સરહદને પાર કરી હતી જેના કારણે ઘર્ષણ શરૂ થયું હતું.

રાજનાથ સિંહનું નિવેદન…
મોદી સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને તેમને ભગાડી દીધા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ અથડામણમાં કોઈ ભારતીય સૈનિકનું મોત થયું નથી અને કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.

ચીની સૈન્યએ લગાવ્યા આરોપ..
પોતાના નિવેદનમાં ચીની સેનાના પ્રવક્તાએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય સૈનિકો ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ચીની સૈનિકોના માર્ગમાં આવ્યા હતા. જેના કારણે બંને તરફથી વિવાદ વધી ગયો હતો. ચીની સેનાએ કહ્યું કે અમે પ્રોફેશનલ રીતે માપદંડો હેઠળ જોરદાર જવાબ આપ્યો, ત્યારબાદ સરહદ પર સ્થિતિ સ્થિર થઈ હતી.

ADVERTISEMENT

ચીને કહ્યું શાંતિ સ્થાપવી જોઈએ..
ચીનના વરિષ્ઠ સૈન્ય અધિકારી અને પીએલએના વેસ્ટર્ન થિએટર કમાન્ડના પ્રવક્તા લોંગ શાઓહુઆએ કહ્યું કે ભારતે સરહદ પર તૈનાત તેના સૈનિકો પર કડક નિયંત્રણ રાખવું જોઈએ અને ચીન સાથેના સરહદી વિસ્તારોમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી જોઈએ. તેમણે કહ્યું કે 9 ડિસેમ્બરે ભારતીય સૈનિકોએ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને નિયમિત પેટ્રોલિંગ કરી રહેલા ચીની સૈનિકોના કામમાં અવરોધ ઉભો કર્યો હતો, ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી.

અગાઉ નિવેદનમાં સ્થિતિ સ્થિર હોવાનું ચીને જણાવ્યું હતું…
ચીની સેના પહેલા ચીનના વિદેશ મંત્રાલય દ્વારા તવાંગમાં અથડામણને લઈને સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, ચીન તરફથી નિવેદનમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે પ્રદેશમાં સ્થિતિ ‘સ્થિર’ છે. નિવેદનમાં, ચીન તરફથી તેના સૈનિકોને ઈજાઓ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ચીન-ભારત સરહદ પર વર્તમાન સ્થિતિ સ્થિર છે. બંને પક્ષો સરહદ સંબંધિત મુદ્દાઓ પર રાજદ્વારી અને મિલિટ્રી ચેનલો દ્વારા વાતચીત કરી રહ્યા છે.

નોંધનીય છે કે 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. સોમવારે ભારતીય સેના દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે ચીની સૈનિકોના ઘૂસણખોરીના પ્રયાસને અમારા સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન બંને પક્ષના સૈનિકોને ઈજા થઈ છે.

ADVERTISEMENT

ચીનનું આયોજિત ષડયંત્ર હોવાનું અનુમાન
આ અથડામણ વિશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ ચીન દ્વારા એક આયોજિત કાવતરું હતું. જેના હેઠળ 300 ચીની સૈનિકો ભારતીય ચોકીને હટાવવા માટે યાંગત્સે વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ચીની સૈનિકો પાસે કાંટાળી લાકડીઓ અને દંડા હતા. જોકે, ચીની સૈનિકોના હુમલા પહેલા ભારતીય સેનાએ મોરચો સંભાળી લીધો અંને બંને પક્ષ વચ્ચે અથડામણ થઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT