Technology News: 50 વર્ષ સુધી ચાલશે ફોનની બેટરી! ચાર્જિંગની જરૂર પડશે નહીં, આ કંપનીએ કર્યો કમાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Nuclear Battery: વિશ્વમાં દિવસેને દિવસે ટેકનોલોજી તેનો વ્યાપ વધારી રહી છે. દરરોજ અવનવી શોધ થતી આપણને જોવા મળે છે. તો એવામાં ટેકનોલોજી દુનિયાની વધુ એક નવી શોધ સામે આવી છે. સ્માર્ટફોન ટૂંક સમયમાં 50 વર્ષ સુધીની બેટરી લાઈફ સાથે આવી શકે છે. ધ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, ચાઈનીઝ સ્ટાર્ટ-અપ બેટાવોલ્ટે એવી બેટરી તૈયાર કરી છે જે ચાર્જિંગ અને મેઈન્ટેનન્સ વગર 50 વર્ષ સુધી ચાલી શકે છે. આ એક ન્યુક્લિયર બેટરી છે. દેખાવમાં તે સિક્કા કરતા પણ નાનો છે. બીટાવોલ્ટે આ બેટરીની અંદર 63 આઇસોટોપ સંકુચિત અને ફીટ કર્યા છે. આ અણુ ઊર્જા પર કામ કરતી વિશ્વની સૌથી નાની બેટરી છે.

50 વર્ષ સુધી ચાલશે બેટરી

સ્માર્ટફોન ટૂંક સમયમાં 50 વર્ષ સુધીની બેટરી લાઈફ સાથે આવી શકે છે. ધ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, ચાઈનીઝ સ્ટાર્ટ-અપ બેટાવોલ્ટે એવી બેટરી તૈયાર કરી છે જે ચાર્જિંગ અને મેઈન્ટેનન્સ વગર 50 વર્ષ સુધી ચાલી શકે છે. આ એક ન્યુક્લિયર બેટરી છે. આ અણુ ઊર્જા પર કામ કરતી વિશ્વની સૌથી નાની બેટરી છે. બેટરી હજુ રિસર્ચ સ્ટેજમાં છે. તેનું વ્યાવસાયિક રીતે મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે જેથી તેનો ઉપયોગ ફોન અને ડ્રોનમાં થઈ શકે.

ADVERTISEMENT

આ ન્યુક્લિયર બેટરી 3 વોલ્ટ પર 100 માઇક્રોવોટ પાવર જનરેટ કરે છે

કંપનીએ જણાવ્યું હતું કે, બીટાવોલ્ટ પરમાણુ બેટરી એરોસ્પેસ, AI સાધનો, તબીબી ઉપકરણો, માઇક્રોપ્રોસેસર્સ, નાના કદના ડ્રોન, માઇક્રો-રોબોટ્સ અને અદ્યતન સેન્સરની લાંબા ગાળાની પાવર સપ્લાય જરૂરિયાતોને પૂરી કરશે. બેટરીની સાઈઝ 15x15x5mm છે. તેને આઇસોટોપ અને ડાયમંડ સેમિકન્ડક્ટરની મદદથી વેફરની જેમ પાતળું બનાવવામાં આવ્યું છે. આ ન્યુક્લિયર બેટરી 3 વોલ્ટ પર 100 માઇક્રોવોટ પાવર જનરેટ કરે છે. Betavolt અનુસાર, બેટરીમાંથી નીકળતા રેડિયેશનથી માનવ શરીરને કોઈ ખતરો નથી અને તેથી જ આ બેટરીનો ઉપયોગ પેસમેકર જેવા મેડિકલ ઉપકરણોમાં પણ થઈ શકે છે.

આ બેટરી આઇસોટોપમાંથી નીકળતી ઊર્જાને વીજળીમાં રૂપાંતરિત કરે છે

આ બેટરી આઇસોટોપમાંથી નીકળતી ઊર્જાને વીજળીમાં રૂપાંતરિત કરે છે. આ ટેકનોલોજી 20મી સદીમાં મળી આવી હતી. કંપનીએ દાવો કર્યો છે કે આ બેટરી -60 ડિગ્રીથી 120 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં નુકસાન થયા વિના આરામથી કામ કરી શકે છે. આ અણુ ઊર્જા બેટરીથી પર્યાવરણને કોઈ ખતરો નથી. જીવન પૂર્ણ થયા પછી, બેટરીના 63 આઇસોટોપ્સ તાંબાના સ્થિર આઇસોટોપ બની જાય છે, જે બિન-કિરણોત્સર્ગી છે અને પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડશે નહીં.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT