બાળલગ્ન કરાવ્યા તો તમારી ખેર નથી, બનાસકાંઠા પ્રશાસન કેમ થયું આકરા પાણીએ ?

ADVERTISEMENT

gujarattak
social share
google news
ધનેશ પરમાર ,બનાસકાંઠા: રાજ્યમાં 21 સદીમાં પણ હજુ કુરિવજો યથાવત રહ્યા છે.  આ દરમિયાન બનાસકાંઠામાં હાલ લગ્નોની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના બાળલગ્ન પ્રતિબંધક અધિકારીએ જહેરપ્રજા જોગ અપીલ કરવામાં આવી છે. આવા લગ્ન અટકાવવા જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. તેઓએ માતા પિતા તથા જાગૃત નાગરિકોને પણ અપીલ કરી,હેલ્પલાઇન નબરો જાહેર કર્યા છે.અને કાયદાની અમલવારીમાં સહકાર માગતાં જણાવ્યું છે કે જો આવા બાળલગ્ન તમારી આજુબાજુ થતાં હોય તો તુરત હેલ્પલાઇન નંબર પણ જાણ કરો,અમો તુરત તેને અટકાવી કાર્યવાહી કરીશું. બાળલગ્ન કરાવ્યા તો ખેર નથી ,બે વર્ષની કેદ અને એક લાખ દંડની કાયદામાં જોગવાઈ છે
બાળલગ્ન પ્રતિબંધક અધિકારી મનીષ જોશીએ લોકોને અપીલ કરતાં કહ્યું કે,  જિલ્લામાં હાલ અક્ષય તૃતીયા અખાત્રીજનાં દિવસો તેમજ અન્ય દિવસોમાં વિવિધ સમાજમાં મોટા પ્રમાણમાં લગ્નો થાય છે. જોકે સરકારના કાયદામાં યુવક યુવતીના લગ્ન કરવાની ઉમરમાં યુવતીની ઉંમર 18 તેમજ યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. આ ઉમરથી  નીચેની ઉમરમાં લગ્ન કરવા તે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 મુજબ સજા અને દંડપાત્ર અપરાધ છે.
લોકોને જાણ કરવા કરવામાં આવી અપીલ
આ સામાજિક દૂષણ છે. જેનાથી યુવક અને યુવતીનાં સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડે છે. જેથી તેને અટકાવવું દરેક સભ્ય નાગરિકની જવાબદારી છે. જેથી હું સમૂહ લગ્નોના આયોજકો,સામાજિક આગેવાનો,ગોર મહારાજ,લગ્ન કરાવનાર કાજી,રસોઈયા,મંડપ ડેકોરેશન,ફોટોગ્રાફર,તથા લગ્ન કરાવનાર માતા પિતાને પણ અપીલ કરું છુ કે બાળલગ્ન કરશો નહિ. અને જો આપની ધ્યાનમાં આવા લગ્ન થતાં હોય તો અમને તુરત હેલ્પલાઇન નંબર પર જાણ કરો,અને કડક કાર્યવાહી કરીશું .આપનું નામ ગુપ્ત રખાશે.આ પણ વાંચો: AAP નેતાના પત્નીને 5 વર્ષની કેદ અને રૂ.29 હજારનો દંડ, 15 વર્ષ પહેલા આચર્યું હતું અનાજ કૌભાંડ
હેલ્પલાઇન નંબર કર્યો જાહેર 

બાળલગ્ન પ્રતિબંધક અધિકારી મનીષ જોશીએ હેલ્પ લાઇન નુંબર જાહેર કર્યો છે. લગ્ન થતાં હોય તો  હેલ્પલાઇન નંબ મો. 9979563193 ર પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આશિષભાઈ જે.જોશી ,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મો. 9429288018, જયેશભાઈ કે.પટેલ સુરક્ષા અધિકારી બિન સંસ્થાકીય સંભાળ,મો 8908081 2311,ચાઈલ્ડ લાઈન -1098,પોલીસ- 100,અને મહિલા અભિયમ- 181,પર આપ કોલ કરી શકો છો .

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT