રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર પ્રથમ કેબિનેટમાં રહેશે હાજર, માવઠા અને પેપરલીક અંગે કરાશે ચર્ચા
ગાંધીનગરઃ રાજ્યમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જી20 અને માવઠા અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ છે.…
ADVERTISEMENT
ગાંધીનગરઃ રાજ્યમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જી20 અને માવઠા અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ સાથે જ રાજ્યના નવા મુખ્ય સચિવ રાજકુમારને અભિનંદનનો પ્રસ્તાવ રજુ કરવામાં આવશે.
રાજ્યમાં દર બુધવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળતી હોય છે. તે પ્રમાણે આજે પણ તમામ મંત્રીઓ સચિવો સાથે આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જી20 બેઠકોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત નવા મુખ્ય સચિવ રાજકુમારને પણ અભિનંદનનો પ્રસ્તાવ કેબિનેટમાં રજૂ થશે. તો આપને જણાવી દઈએ કે મુખ્ય સચિવ તરીકે રાજકુમારની આ પ્રથમ કેબિનેટની બેઠક હશે. જ્યારે કેન્દ્રિય બજેટને લઈને પણ આ બેઠકમાં સામાન્ય ચર્ચા થશે. આ સાથે જ આગમી સમયમાં ગુજરાતના બજેટને લઈને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વચ્ચે બેઠક યોજાશે.
પેપરલીક અંગે કરાશે ચર્ચા
રાજ્યમાં રવિવારે જુનિયર કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કોઈપણ મંત્રીઓ મારફતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું. અત્યાર સુધી તપાસ કરતી ATS અને પરીક્ષા બોર્ડ દ્વારા જ નિવેદનો આપવામાં આવ્યા છે. ત્યારે આ કેબિનેટમાં તપાસ કેટલે પહોંચી તેની પણ સમીક્ષા કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ BREAKING: ગોંડલના પૂર્વ MLA અને રીબડાના વતની મહિપતસિંહ જાડેજાનું નિધન, ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી
માવઠુ અને ટેકાના ભાવે ખરીદી અંગે ચર્ચા
આ સાથે જ કેબિનેટમાં ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઈન રિજસ્ટ્રેશનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં ટેકાના ભાવે ખરીદી કરવાની શરુઆત કરશે. ત્યારે જણસોના સંગ્રહ અને ગોડાઉન વ્યવસ્થા અંગે પણ ચર્ચા થશે. આ ઉપરાંત આ કેબિનેટમાં માવઠાના મારથી ખેડૂતોને પડેલા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવશે.શનિવારે અને રવિવારે રાજ્યમના અનેક જિલ્લાઓમાં માવઠુ પડ્યુ છે. ત્યારે 10 જિલ્લાઓમાં માવઠાને કારણે ખેડૂતોના મોંઘા મૂલા પાકને નુકસાન પહોંચ્યુ હોવાના અહેવાલો આવ્યા છે. ત્યારે કૃષિ વિભાગે કેટલા જિલ્લાઓમાં નુકસાન પહોંચ્યુ છે તેનો અહેવાલ મંગાવ્યો છે. આ બાબતે પણ કેબિનેટમાં ચર્ચા કરાશે અને જો જરુર જણાશે તો ખેડૂતોને નુકસાનની સહાય પણ ચુકવાશે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT