મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુનું અવસાન, શાસ્ત્રોક વિધિથી કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ રાજ્યની કમાન ફરી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે. આ દરમિયાન મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલ સતત એક્ટિવ મોડ પર જોવા…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ રાજ્યની કમાન ફરી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે. આ દરમિયાન મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલ સતત એક્ટિવ મોડ પર જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુનું અવસાન થયું છે. ત્યારે આજે અને આવતી કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં જાહેર જનતા, ધારાસભ્યો, સાંસદો કે પદાધિકારીઓને મળી શકશે નહીં.
બે દિવસ નહીં કરી શકે જનતા મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુમાં શાંતાબેન નારણભાઈ પટેલનું અવસાન થયું છે. ત્યારે આ અવસાનના કારણે આજે સોમવાર તારીખ 23 જાન્યુઆરી અને મંગળવાર તારીખ 24 જાન્યુઆરીએ ગાંધીનગરમાં જાહેર જનતા, ધારાસભ્યો, સાંસદો કે પદાધિકારીઓને મળી શકશે નહીં.
ADVERTISEMENT
G 20 ની ઇન્સ્પેક્શન બેઠક
આ વર્ષે G-20નું યજમાન ભારત દેશ બન્યું છે. આ અંતર્ગત ગુજરાતમાં આ વર્ષે 15 જેટલી બેઠકોનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે પ્રથમ બેઠક આજે ગાંધીનગર ખાતે યોજાઇ છે. 22થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે ત્રણ દિવસીય બી ટ્વેન્ટી ઇનસેપ્શન બેઠકનું આયોજન થયું છે. આજે બીજા દિવસે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે બી20 ઇન્સેપ્શન મિટીંગનું ઓપનિંગ થનાર હતુ, પરંતુ તેમના સાસુમાંનું અવસાન થવાથી છેલ્લી ઘડીએ આ બેઠકનું સીએમના હસ્તે ઓપનિંગ રદ કરવામાં આવ્યું છે.
વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા: ગાંધીનગર
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT