મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીજળી બચાવવા આપી સૂચના કહ્યું, અજવાળુ હોય ત્યાં સુધી ઓફિસમાં લાઈટનો ઉપયોગ ન કરો
ગાંધીનગર: ગુજરાતમાં વારંવાર વિજદરમાં વધારા વચ્ચે સરકાર દ્વારા ઉર્જા બચાવવા સલાહ-ઝુંબેશ કરવામાં આવે છે. ત્યારે આ દિશામાં ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જ પહેર કરી છે.…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં વારંવાર વિજદરમાં વધારા વચ્ચે સરકાર દ્વારા ઉર્જા બચાવવા સલાહ-ઝુંબેશ કરવામાં આવે છે. ત્યારે આ દિશામાં ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જ પહેર કરી છે. અજવાળુ હોય ત્યાં સુધી ઓફિસમાં લાઈટો ન કરવાની સૂચના આપી છે. એન્ટી ચેમ્બરમાં પણ હાજરી વખતે જ લાઈટ ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે.
એક તરફ ઇનલો ઉનાળાના આકરા દિવસોની શરૂઆત થવા જઈ અહી છે. ત્યારે આવતા દિવસોમાં વિજ ડીમાંડમાં મોટો વધારો થવાનું સ્પષ્ટ છે. અત્યારથી જ ઉર્જા બચત સાથે રાષ્ટ્રીય સંપતિનો કરકસરયુક્ત ઉપયોગ કરવાની પહેલના ભાગરૂપે મુખ્યમંત્રી દ્વારા એવી સૂચના જાહેર કરવામાં આવી છે કે અજવાળુ હોય ત્યાં સુધી ઓફિસમાં લાઈટનો ઉપયોગ ન કરો. દિવસ આથમવા લાગે અને જરૂર ઉભી થાય ત્યારે જ લાઈટ ચાલુ કરવાની. એટલું જ નહીં, એન્ટી ચેમ્બરમાં કોઈ ન હોય અને ખાલી હોય ત્યારે લાઈટ બંધ જ રાખવી.
મંત્રીઓને પણ સુચન કર્યું
મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલે વીજળી બચાવવા માટે પગલાં લેવાના શરૂ કરી દીધા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચેમ્બરમાં પ્રવેશતી વખતે જ લાઈટ ચાલુ કરવી અને બહાર નીકળતી વેળાએ બંધ કરી દેવી. મુખ્યમંત્રી દ્વારા કાર્યાલયના સ્ટાફને પણ સુચના આપવામાં આવી છે અને મંત્રીઓ તથા અધિકારીઓને પણ તેનું અનુસરણ કરવાનું સૂચન કર્યુ છે.
ADVERTISEMENT
ઉર્જા બચાવવાનો થયો પ્રયાસ
સરકારી કર્મચારીઓમાં પણ આ પ્રકારની ઝુંબેશના સંજોગોમાં મોટી ઉર્જા બચત થઈ શકે છે. ગુજરાતને વિજળી ક્ષેત્રે સરપ્લસ રાજય ગણવામાં આવતું હોવા છતાં વખતોવખત ખાનગી ઉત્પાદકો પાસેથી ખરીદી કરીને ઉંચાભાવનો બોજ ગ્રાહકો પર ઝીંકવામાં આવતો હોય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કૌભાંડ મામલે કુલપતિ અને કુલસચિવને બદનક્ષીની નોટીસ, જાણો શું છે મામલો
ADVERTISEMENT
તિજોરીનું આંશિક ભારણ ઘટશે
રાજન પાટનગર ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં સવારથી જ ઓફિસનો ધમધમાટ શરૂ થઈ જાય છે. ઓફીસના દરવાજા ખૂલતાં જ વિજમીટર ફરવાનું શરૂ થઈ જાય છે. આ દરમિયાન મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલની આ પહેલથી સરકારી તિજોરીનું આંશિક ભારણ ઓછું થશે અને એટલી વીજળીની પણ બચત થશે. એન્ટી રૂમમાં પણ AC સહિતના જે વીજ ઉપકરણો છે તે કોઇ બેઠા હોય કે ન હોય સતત ચાલુ રહેતા હોય છે. જેના કારણે વીજળીનો વ્યય થતો હોય છે. ત્યારે મુખ્યમંત્રીએ પોતાના કાર્યાલયથી વીજળી બચાવવાની પહેલ શરુ કરી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT