છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની સુરક્ષામાં મોટી ચૂક, પિસ્તોલ લઈને સીએમ હાઉસમાં ઘુસ્યો શખ્સ
Chhattisgarh CM Vishnudev Sai Security Lapse: છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે.
ADVERTISEMENT
Chhattisgarh CM Vishnudev Sai Security Lapse: છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક યુવક પિસ્તોલની સાથે સીએમ હાઉસમાં ઘુસી ગયો હતો. જણાવી દઈએ કે, આ ઘટના 25 ફેબ્રુઆરીએ રાતે લગભગ 9.30 વાગ્યાની છે. મુખ્યમંત્રીની સુરક્ષામાં આ બેદરકારી અને ચૂક બદલ આઠ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક માટે સસ્પેન્ડ કરવામાં આવેલા 8 પોલીસકર્મીઓ સીએમ હાઉસના મેઈન ગેટ અને સુરક્ષાના પહેલા અને બીજા સર્કલમાં તૈનાત હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, મુખ્યમંત્રીને મળવા પહોંચેલા એક શખ્સની પાસે લાયસન્સવાળી પિસ્તોલ હતો. આ શખ્સ મુખ્યમંત્રીના પ્રાઈવેટ સ્ટાફની સાથે વીઆઈપી કારમાં બેસીને પહુનાના સીએમ હાઉસના મેઈન ગેટ પર પહોંચ્યો હતો.
...તેથી પોલીસે ન કર્યું ચેકિંગ
એવું કહેવામાં આવી રહ્યું છે કે VIP કારમાં મુખ્યમંત્રીના પ્રાઈવેટ સ્ટાફની સાથે હોવાના કારણે મેઈન ગેટ પર પોલીસે તે શખ્સની ચેકિંગ કરી નહોતી. પોલીસની આ બેદરકારીના કારણે આ શખ્સ પિસ્તોલની સાથે મુખ્યમંત્રી ઓફિસની નજીક સુધી પહોંચી ગયો હતો. જ્યારે મુખ્યમંત્રીની ઓફિસ બહાર તે શખ્સની તપાસ કરવામાં આવી તો તેની પાસેથી એક પિસ્તોલ મળી આવી હતી. જે બાદ સીએમ હાઉશ ખાતે તૈનાત 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ તમામ પોલીસકર્મીઓ મુખ્યમંત્રીની સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT