IPL ની ફાઇનલ પહેલા ચેન્નાઇને મોટો ઝટકો, આ ખેલાડીએ નિવૃતીની જાહેરાત કરી દીધી

ADVERTISEMENT

CSKvsGT IPL 2023
CSKvsGT IPL 2023
social share
google news

અમદાવાદ : IPL 2023 ની ફાઈનલ મેચ આજે (28 મે) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઈ રહી છે. પરંતુ આ પહેલા ચેન્નાઈ ટીમના સ્ટાર ખેલાડી અંબાતી રાયડુએ એક મોટી જાહેરાત કરી છે. તેણે IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ ફાઈનલ મેચ તેની છેલ્લી મેચ હશે. અંબાતી રાયડુ IPL નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 ની ફાઈનલ મેચ આજે (28 મે) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.

જો કે આ પહેલા ચેન્નાઈ ટીમના સ્ટાર ખેલાડી અંબાતી રાયડુએ એક મોટી જાહેરાત કરી છે. તેણે IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ ફાઈનલ મેચ તેની છેલ્લી મેચ હશે. રાયડુએ ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે. તેણે પોસ્ટમાં લખ્યું, ‘બે મહાન ટીમો મુંબઈ અને CSK માટે રમ્યો. 204 મેચ, 14 સીઝન, 11 પ્લેઓફ, 8 ફાઈનલ, 5 ટ્રોફી. આજે રાત્રે છઠ્ઠી જીતની આશા છે. હવે રાયડુ નિવૃત્તિના નિર્ણય સાથે ‘યુ-ટર્ન’ નહીં લે. 37 વર્ષીય રાયડુએ આગળ લખ્યું, ‘આ લાંબી મુસાફરી રહી છે. મેં નક્કી કર્યું છે કે આજની રાતની ફાઈનલ આઈપીએલમાં મારી છેલ્લી મેચ હશે. મને આ મહાન ટૂર્નામેન્ટ રમવાની ખરેખર મજા આવી. આપ સૌનો આભાર. ત્યાં કોઈ યુ-ટર્ન નથી.’2 મહાન ટીમો mind csk,204 મેચ, 14 સિઝન, 11 પ્લેઓફ, 8 ફાઈનલ, 5 ટ્રોફી.આશા છે કે આજે રાત્રે 6ઠ્ઠી જીત થશે. આ ખૂબ જ લાંબો અને ખુબ જ રસપ્રદ પ્રવાસ રહ્યો છે. મેં નક્કી કર્યું છે કે આજની રાતની ફાઈનલ આઈપીએલમાં મારી છેલ્લી રમત હશે. મને આ મહાન ટુર્નામેન્ટ રમવાની ખરેખર મજા આવી છે. આપ સૌનો આભાર. નો યુ ટર્ન

રાયડુ અત્યાર સુધી 203 IPL મેચ રમી ચૂક્યો છે. અંબાતી રાયડુ આજની ફાઈનલ સુધી 203 IPL મેચ રમ્યો છે. આ દરમિયાન રાયડુએ 28.29ની એવરેજથી 4320 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 22 અડધી સદી અને 1 સદી ફટકારી હતી. જોકે આઈપીએલ 2023ની સીઝન રાયડ માટે ખાસ રહી નથી અને તે 15 મેચમાં 15.44ની એવરેજથી માત્ર 139 રન જ બનાવી શક્યો છે. IPL 2023 માં, અંબાતી રાયડુનો મોટાભાગની મેચોમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. અંબાતી રાયડુ પાંચ વખત IPL જીતી ચૂક્યો છે. તેણે 2013, 2015 અને 2017માં મુંબઈ ઈન્ડિયન્સ માટે ખિતાબ જીત્યો હતો. જ્યારે ચેન્નાઈની ટીમે 2018 અને 2021 IPL સિઝનમાં ટાઈટલ જીત્યું હતું, ત્યારે રાયડુ પણ આ ટીમનો ભાગ હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT