ગુજરાત વિદ્યાપીઠનો બદલાયો ઇતિહાસ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનશે કુલપતિ
અમદાવાદ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ માટે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પાઠવવામાં આવેલાં નિમંત્રણનો રાજભવન ખાતે સાભાર સ્વીકાર કરી, આ પદ માટે સ્વીકૃતિ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ માટે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પાઠવવામાં આવેલાં નિમંત્રણનો રાજભવન ખાતે સાભાર સ્વીકાર કરી, આ પદ માટે સ્વીકૃતિ આપી છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિની પસંદગી પ્રક્રિયા માટે થોડા સમય પહેલા ટ્રસ્ટી મંડળ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ટ્રસ્ટી મંડળ દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બહુમતીથી પસંદગી કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ દ્વારા રાજ્યપાલને નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જેનો રાજ્યપાલે સ્વીકાર કર્યો છે.
પહેલીવાર બિનગાંધીવાદી કુલપતિ બનશે
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબહેન ભટ્ટ દ્વારા 5 મહિના અગાઉ કુલપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેનો અલમ 19 ઓક્ટોબરથી થશે. ત્યારે નવા કુલપતિની પસંદગીની કવાયત હાથ ધરવામાં આવી હતી. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિની પસંદગી પ્રક્રિયામાં પહેલીવાર ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વિદ્યાપીઠમાં તમામ કુલપતિ સર્વાનુમતે પસંદ કરવામાં આવતા હતા. વિદ્યાપીઠના ઈતિહાસમાં પહેલી જ વાર બહુમતીથી નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાપીઠના 102 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બિનગાંધીવાદી કુલપતિ બનશે.
ગાંધીજીએ કરી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના
મહાત્મા ગાંધીએ 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. મહાત્મા ગાંધી આ સંસ્થાના પ્રથમ કુલપતિ હતા. અનેક આદિવાસી, દલિત, વંચિત વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરીને દેશ-વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા છે. સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આ સંસ્થાના કુલપતિ રહી ચૂક્યા છે. વર્તમાનમાં આ સંસ્થાનાં કુલપતિ મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા અને સેવા સંસ્થાનાં સ્થાપક ઈલાબહેન ભટ્ટ હતા. ઈલાબહેન પહેલા નારાયણ દેસાઈ આ સંસ્થાના કુલપતિ રહી ચૂક્યા છે.
ADVERTISEMENT
આચાર્ય દેવવ્રતની નિમણૂકનો વિરોધ
આચાર્ય દેવવ્રતનો રાજયપાલ તરીકે 5 વર્ષનો કાર્યકાળ 21 જુલાઇ,2023 ના રોજ પૂરો થાય છે એટલે તેમનો રાજ્યપાલ તરીકેનો હવે 9 મહિના જેટલો કાર્યકાળ બાકી રહ્યો છે. ત્યારે ટ્રસ્ટી મંડળમાં અમુક આચાર્ય દેવવ્રતની નિમણૂકનો વિરોધ કર્યો હતો. ટ્રસ્ટી મંડળના સભ્યોએ દલીલ કરી હતી કે ગાંધીજીની વિચારધારાને આગળ વધારવા ગાંધીવાદીની જ નિમણૂક થવી જોઇએ તેમ કહ્યું હતું.
ADVERTISEMENT