અમરેલીમાં મહાશિવરાત્રિએ કેન્દ્રિય મંત્રી રૂપાલા દિલીપ સંઘાણી સાથે ગરબે ઝૂમ્યા, નોટોનો વરસાદ થયો
અમરેલી: ગુજરાત સહિત દેશભરમાં ગઈકાલે ધામધૂમથી મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં સોમનાથે, ઘેલા સોમનાથ સહિત તમામ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોળાનાથના દર્શન…
ADVERTISEMENT
અમરેલી: ગુજરાત સહિત દેશભરમાં ગઈકાલે ધામધૂમથી મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં સોમનાથે, ઘેલા સોમનાથ સહિત તમામ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોળાનાથના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. ત્યારે અમરેલીમાં મહાશિવરાત્રિની રાત્રે ઈશ્વરિયા ગામમાં સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રાસ રમતા જોવા મળ્યા હતા.
કેન્દ્રિય મંત્રી પર થયો નોટોનો વરસાદ
અમરેલીમાં કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના ગામ ઈશ્વરિયામાં સંતવાણીનો કાર્યક્રય રાખવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રિય મંત્રી સાથે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તથા અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા પણ હાજર રહ્યા હતા. દરમિયાન તમામ રાસની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા. રામ રમતા રૂપાલા-સંઘાણી પર નોટોનો વરસાદ પણ થયો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બંને નેતાઓ અન્ય સ્થાનિક લોકો સાથે ગરમે ઝૂમતા દેખાય છે અને પાછળથી તેમના પર નોટોનો વરસાદ થઈ રહ્યો છે.
અમરેલી: ઇશ્વરિયા ગામના સંતવાણી કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ગરબે ઝૂમ્યા #Mahashivratri2023 #GujaratiNews pic.twitter.com/FP5XKOl3oE
— Gujarat Tak (@GujaratTak) February 19, 2023
ADVERTISEMENT
વિથ ઈનપુટ: હિરેન રવિયા
ADVERTISEMENT