બાઉન્ડરીની 3 મીટર બહાર કેચ કર્યો છતાં પણ OUT! ક્રિકેટ જગતમાં વિવાદ વકર્યો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ક્રિકેટ જગતમાં અવાર નવાર ઘણા એવા કેચ પકડાય છે, જેને જોઈને લોકો સ્તબ્ધ થઈ જાય છે. જોકે અત્યારે સોશિયલ મીડિયામાં એક કેચ વાઈરલ થઈ રહ્યો છે, જેને લઈને વિવાદ છેડાયો છે. બાઉન્ડરીની 3 મીટર બહાર પકડાયેલો આ કેચ છે જેને લોકો સિક્સર ગણાવે છે. પરંતુ કેટલાક લોકોના મત મુજબ આ કેચ યોગ્ય ગણાવાય છે. જાણો આ સમગ્ર વિવાદિત કેચ વિશે…

BBLનો વિવાદિત કેચ
બિગ બેશ લીગમાં બ્રિસબેન હીટ અને સિડની સિક્સર્સ વચ્ચે રમાયેલી મેચમાં માઈકલ નસીરે એવો કેચ પકડ્યો, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જોર્ડન સિલ્કને આઉટ કરવા માટે માઈકલ નસીરે બાઉન્ડ્રી નજીક બોલને કેચ કરીને હવામાં ઉછાળ્યો હતો. બોલ સીધો બાઉન્ડ્રી પાર ગયો, નસીર તેને પકડવા ગયો અને હવામાં કૂદકો માર્યો અને બોલને ફરીથી ઉછાળી કેચ પકડી લીધો હતો.

અહીં માઇકલ નસીર બાઉન્ડ્રી લાઇનની અંદર પાછો આવ્યો અને પછી કેચ પકડ્યો. અહીં આવ્યા બાદ તેણે ઉજવણી કરી અને અમ્પાયર તરફ ઈશારો કરીને કહ્યું કે તેને ખાતરી નથી કે કેચ સ્પષ્ટ છે કે નહીં. પરંતુ બાદમાં અમ્પાયરે બેટરને આઉટ જાહેર કર્યો અને બધા ચોંકી ગયા. આ કેચ પછી ઘણા પ્રશ્નો ઉભા થયા, અન્ય ઘણા ખેલાડીઓ અને નિષ્ણાતોએ પણ નિયમોનો પાઠ ભણાવ્યો હતો.

ADVERTISEMENT

ક્રિકેટનો નિયમ શું કહે છે?
જોકે ક્રિકેટના નિયમો પર નજર કરીએ તો તે કહે છે કે બાઉન્ડ્રીની બહાર ખેલાડીનો કેચ માન્ય નથી. આ ચર્ચા વચ્ચે એમસીસીએ ક્રિકેટના નિયમો વિશે માહિતી આપતા કહ્યું કે કેચ લેતી વખતે બોલ અને ખેલાડીનો પ્રથમ સંપર્ક બાઉન્ડ્રીની અંદર હોવો જોઈએ, બાઉન્ડ્રીની બહાર ફિલ્ડરનો સંપર્ક બોલ અને જમીન સાથે ન હોવો જોઈએ. નિયમો અનુસાર માઈકલ નસીરનો કેચ સાચો છે, પરંતુ તેણે હવે નિયમો પર જ સવાલો ઉભા કર્યા છે.

મેચનું પરિણામ..
જો આ મેચની વાત કરીએ તો બ્રિસબેન હીટે પ્રથમ બેટિંગ કરતા 224 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સિડની સિક્સર્સે માત્ર 209 રન બનાવ્યા હતા જેથી 15 રનથી ટીમ મેચ હારી ગઈ હતી. જોર્ડન સિલ્ક 23 બોલમાં 41 રન બનાવીને તોફાની ઈનિંગ રમી રહ્યો હતો, પરંતુ માઈકલ નસીરે તેનો કેચ પકડ્યો અને આ સાથે જ સિડનીની ટીમ હાર તરફ આગળ વધી અને અંતે તે નિષ્ફળ સાબિત થઈ હતી.

ઘણા ક્રિકેટરો અને નિષ્ણાતોએ કહ્યું કે નિયમોને બાજુ પર રાખીને માઈકલ નસીરનો કેચ શાનદાર છે, આવા કેચને પકડવા માટે ખૂબ જ સંયમ જરૂરી છે. આ સાથે કેટલાક લોકો દલીલ કરી રહ્યા છે કે કેચ ખોટો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT