અમદાવાદમાં AMCના ખોદેલા 20 ફૂડ ઊંડા ખાડામાં કાર ખાબકી, અડધો કલાક કારમાં પૂરાઈ રહ્યા ડ્રાઈવર-ચાલક

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં તંત્રની બેદરકારીથી દોઢ મહિનાથી ખોદેલા ખુલ્લા ખાડામાં આજે વહેલી સવારે કાર ખાબકી હતી. જેમાં આણંદની એગ્રિકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર અને તેમના ડ્રાઈવર નીચે ખાબક્યા હતા. જે બાદ ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. જોકે AMC અને ટ્રાફિક કે પોલીસ વિભાગના કોઈ કર્મચારી ફરક્યા પણ નહીં.

ક્રેન બોલાવી કારને બહાર કઢાઈ
વિગતો મુજબ, અમદાવાદના CTM ચાર રસ્તા પાસે AMC દ્વારા પૂર્વદીપ સોસાયટીના BRTS સ્ટેન્ડ પાસે દોઢ મહિનાથી ખોદવામાં આવેલા ખાડામાં વહેલી સવારે ટાટા પંચ કાર ખાબકી હતી. કારમાં આણંદની એગ્રિકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર અરવિંદ શેખ પોતાના ડ્રાઈવર સાથે જઈ રહ્યા હતા. ત્યારે તેમની કાસ 20 ફૂડ ઊંડા ખાડામાં ખાબકી હતી. જોકે અડધો કલાક સુધી કારમાં રહ્યા બાદ ડ્રાઈવર અને પૂર્વ વાઈસ ચાન્સેલરને રાહદારીઓએ સલામત રીતે બહાર કાઢ્યા હતા અને કારને ક્રેન બોલાવી બહાર કાઢવામાં આવી.

આ પણ વાંચો: ભૂકંપ બાદ કાળમાળ વચ્ચેથી કિલકારી ગુંજી, પ્રસવની પીડામાં જ માતાનું મોત, કલાકો બાદ બાળકી જીવતી બહાર નીકળી

ADVERTISEMENT

AMC કે ટ્રાફિક પોલીસના કોઈ અધિકારીઓ ફરક્યા નહીં
જોકે આટલી મોટી દુર્ઘટના થયા બાદ પણ AMC કે ટ્રાફિક પોલીસના કોઈ અધિકારીઓ કાર્યવાહી માટે ફરક્યા પણ નહીં. જે દર્શાવે છે કે શહેરીજનોના માથે માત્ર ટેક્સ ભારણ વધારીને પૈસા કમાવવામાં જ કોર્પોરેશનને રસ છે. અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને આ અંગેની જાણ થતા તાકીદે કાઉન્સિલરોને મોકલી તંત્રને આ ખોદેલા ખાડાનું બાકીનું કામ તાકીદે પુરું કરીને સમારકામ હાથ ધરવા કોપોરેશનના અધિકારીઓને સુચના આપી હતી. ત્યારે સવાલ એ થાય છે કે, જો કોર્પોરેશનના અધિકારીઓએ દોઢ મહિનાથી ખોદેલા આ ખાડાનું સમયસર સમારકામ કરાવી લીધું હોત તો આ રીતે કોઈ વ્યક્તિનો જીવ જોખમમાં ન મુકાયો હોત.

    follow whatsapp

    ADVERTISEMENT