વડોદરાથી ડાકોર જતી ઈકો કાર એક્સપ્રેસ હાઈવે પર ટ્રક પાછળ ઘુસી ગઈ, 3 યુવાનોના કરુણ મોત
આણંદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે ધ્રૂજાવી મૂકે તેવો અકસ્માત સર્જાયો છે. રવિવારે મોડી રાત્રે એક્સપ્રેસ હાઈવે પર આણંદ પાસે ઊભેલી ટ્રક પાછળ ઈકો…
ADVERTISEMENT
આણંદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે ધ્રૂજાવી મૂકે તેવો અકસ્માત સર્જાયો છે. રવિવારે મોડી રાત્રે એક્સપ્રેસ હાઈવે પર આણંદ પાસે ઊભેલી ટ્રક પાછળ ઈકો કાર ઘુસી ગઈ હતી. જેમાં કારમાં સવાર 3 લોકોના કમાકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. મૃતકો કારથી વડોદરાથી ડાકોર જઈ રહ્યા હતા. અકસ્માતના પગલે પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.
વડોદરાથી ડાકોર જઈ રહ્યા હતા મૃતકો
વિગતો મુજબ, અમદાવાદ-વડોદરા હાઈવે પર વડોદરાથી મોડી રાત્રે ત્રણ યુવકો ઈકો કારમાં ડાકોર જઈ રહ્યા હતા. દરમિયાન આણંદ પાસે હાઈવે પર ઊભેલી ટ્રકમાં કાર ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો બુકડો બોલી ગયો હતો અને ઘટનાસ્થળે જ ત્રણેય યુવકોના મોત નિપજ્યા હતા.
ADVERTISEMENT
મૃતકોના પરિજનોમાં શોકનું મોજું છવાયું
આણંદ પાસે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ પામનારા ત્રણેય યુવકો ડાકોરના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અકસ્માતની માહિતી મળતા જ ખંભોળજ પોલીસે તાત્કાલિસ સ્થળ પર પહોંચીને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી અને સમગ્ર અકસ્માતને પગલે તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ ગયું છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હેતાલી શાહ)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT