બીજા તબક્કાના મતદાન માટે આજે પ્રચાર પડઘમ થશે શાંત, ઉમેદવાર ઘરે ઘરે જોવા મળશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે 93 બેઠકો પર ચૂંટણી પડઘમ શાંત થશે. સાંજે 5 વાગ્‍યા સુધી પ્રચાર, સભાઓ થઈ શકશે. જોકે, આજે સાંજ બાદ ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે. છેલ્લી ઘડીના પ્રચારમાં ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93  વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્‍બરે મતદાન થશે.

સોમવારે સવારે 8 વાગ્‍યાથી મતદાન શરૂ થશે, જ્‍યારે શનિવારે સાંજે પાંચ વાગ્‍યા પછી જાહેરમાં પ્રચાર, સભા અને રેલી કે રોડ શો કરી શકાશે નહીં. આ સાથે જ પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લા ઘડીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

આ જિલ્લામાં થશે મતદાન
બીજા અને અંતિમ તબક્કામાં 93 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં રાજ્યના ઉત્તર અને મધ્ય વિસ્તારના 14 જિલ્લાઓમાં મતદાન થશે. જેમાં બનાસકાંઠા (09), પાટણ (04), મહેસાણા (07), સાબરકાંઠા (04), અરવલ્લી (03), ગાંધીનગર (05), અમદાવાદ (21), આણંદ (07), ખેડા (06), મહિસાગર (03) ) પંચમહાલ (05), દાહોદ (06), વડોદરા (10) અને છોટાઉદેપુર (03) બેઠકો માટે મતદાન થશે.

ADVERTISEMENT

કુલ 93 બેઠકો પર બીજા તબક્કામાં 1,29,26,501 પુરૂષો, 22,31,335 મહિલાઓ અને 894 ટ્રાન્સજેન્ડર મતદારો સહિત કુલ 2,51,58,730 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

પ્રથમ તબક્કામાં  કુલ 63.14 ટકા મતદાન થયું
ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 82.33 ટકા તો કચ્‍છના ગાંધીધામમાં સૌથી ઓછુ 47.89 ટકા મતદાન નોંધાયું છે. કુલ 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે.

ADVERTISEMENT

ગારિયાધાર બેઠક પર વધ્યું મતદાન
આ વખતે 2017ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા મતદાન કરતાં ઓછું વોટિંગ નોંધાયું છે. વર્ષ 2017 માં 68.33 ટકા મતદાન થયુમ હતું. જ્‍યારે આ વખતે 7  ટકા જેટલું મતદાન ઓછું થયું છે. આ ઉપરાંત શહેરોમાં પણ 9  ટકા જેટલું મતદાન ઓછું નોંધાયું છે. આ બધાની વચ્‍ચે માત્ર ભાવનગરની ગારિયાધાર બેઠક પર જ મતદાન વધ્‍યું છે. ગારિયાધાર બેઠક પર3.64% મતદાન વધ્‍યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT