બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત: 5 ડિસેમ્બરે 833 ઉમેદવારોના ભવિષ્ય થશે EVM માં કેદ

ADVERTISEMENT

gujarat Vidhansabha
gujarat Vidhansabha
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે ત્યારે બીજા તબક્કાના મતસન માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 61 રાજકીય પાર્ટીના 833 ઉમેદવાર ભાગ લઇ રહ્યા છે. 06 અનુસુચિત જાતિ માટે અનામત બેઠકો છે. 13 અનુસુચિત જનજાતિ માટે અનામત બેઠકો છે. જ્યારે 74 જનરલ બેઠકોનો સમાવેશ થાય છે.

બીજા તબક્કાની ચૂંટણી માટે  મતદારોની વાત કરવામાં આવે તો કુલ  2,51,58, 730 મતદારો છે.  જેમાંથી પુરૂષ મતદાર 1,29,26,501 છે. મહિલા મતદાર 1,22,31,335 છે અને અન્ય મતદાર 894 છે. મતદાન માટે 26,409 મતદાન કેન્દ્ર છે. 18થી 19 વર્ષની વયના મતદારો: 5,96,328 છે જ્યારે 99 વર્ષથી વધુ વયના કુલ  5,412  મતદારો છે .NRI કુલ 660 મતદારો છે જેમાંથી 505 પુરુષ મતદાર છે જ્યારે 155 મહિલા મતદાર છે.

8 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી ચૂંટણી અંગે વિગતો આપતા કહ્યું  કે, ‘ બીજા તબક્કાની ચૂંટણીમાં 37,432 બેલેટ યૂનિટ, કંટ્રોલ યૂનિટ 36,157 અને VVPAT 40,066 ઉપયોગ કરી રહ્યા છે. મતદાન કર્મચારીઓની સંખ્યા 1,13,325 છે.’ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

ADVERTISEMENT

બીજા તબક્કાની ચૂંટણી માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 5 ડિસેમ્બરેસવારે 08.00 થી સાંજે 05.00 સુધી રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. 93 બેઠકો માટે કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે.

આ બેઠકો પર 2 બેલેટ યુનિટ મુકાશે 
પાટણની 18-પાટણમાં 16 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ જ્યારે અમદાવાદના 47-નરોડામાં 17 ઉમેદવારો, 49-બાપુનગરમાં 29 ઉમેદવારો અને 50-અમરાઈવાડીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે.

ADVERTISEMENT

 સૌથી વધુ ઉમેદવારો
બીજા તબક્કની 93 બેઠકોમાંથી સૌથી વધુ ઉમેદવાર  બાપુનગર  બેઠક પર છે. બાપુનગર બેઠક સૌથી નાનો મતવિસ્તાર છે. આ બેઠક પર 2,07,461 મતદારો છે અને  29 ઉમેદવારો મેદાને છે. જ્યારે સૌથી ઓછા ઉમેદવાર ઇડર દેથક પર છે. ઇડર બેઠક પર ફક્ત 3 ઉમેદવાર મેદાને છે.  બીજા તબક્કાની ચૂંટણીને લઈ તા. 5 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.

ADVERTISEMENT

મતદાન સ્થળો
રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીને લઈ કુલ 14,975 મતદાન સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી  2,904 શહેરી વિસ્તારોમાં અને 12,071 ગ્રામ્ય વિસ્તારોમાં તૈયાર કરવામાં આવ્યા છે. મતદાન મથકોની વાત કરવામાં આવે તો કુલ  26,409 મથકો છે. જેમાંથી 8,533 શહેરી વિસ્તારોમાં અને 17,876 ગ્રામ્ય મતદાન મથકો. વિશિષ્ટ મતદાન મથકોની વાત કરવામાં આવે તો    93 મોડલ મતદાન મથકો છે. 93  દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો છે. 93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો છે. 651 સખી મતદાન મથકો છે. જ્યારે 14 યુવા સંચાલિત મતદાન મથકો છે. જ્યારે વેબકાસ્ટીંગ થનાર મતદાન મથકો  13,319 છે.

આટલો સ્ટાફ રહેશે તૈનાત
બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટે   કુલ 1,13,325 કર્મચારી/અધિકારી રોકાયેલા છે જેમાંથી  29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 84,263 પોલીંગ સ્ટાફનો સમાવેશ થાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT