Ahmedabad: કેડીલા ગ્રુપના CMD Rajiv Modi પોલીસ સમક્ષ થયા હાજર, દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ હતા ફરાર
બલ્ગેરિયન યુવતીએ નોંધાવેલ દુષ્કર્મની ફરિયાદ મામલે આજે સવારે કેડીલા ગ્રુપના CMD રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ હાજર થયા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
કેડીલા ગ્રુપના CMD રાજીવ મોદી થયા હાજર
સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ થયા હાજર
રાજીવ મોદીનું નોંધવામાં આવી રહ્યું છે નિવેદન
Cadila Rajiv Modi Case : બલ્ગેરિયન યુવતીએ નોંધાવેલ દુષ્કર્મની ફરિયાદ મામલે આજે સવારે કેડીલા ગ્રુપના CMD રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ હાજર થયા છે. હાઈપ્રોફાઈલ કેસમાં સોલા પોલીસ સ્ટેશન ખાતે રાજીવ મોદીનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. બીજી બાજુ બલ્ગેરિયન યુવતીને નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવી હોવા છતાં તે હાજર થઈ નથી. પોલીસે યુવતીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતી પોલીસ સમક્ષ આવી નથી. પોલીસ બલ્ગેરિયન યુવતીનું નિવેદન લઈને તપાસને આગળ વધારવા માંગે છે પરંતુ યુવતી હાજર થઈ રહી નથી, જેના કારણે તપાસ આગળ વધી શકે તેમ નથી.
શું છે સમગ્ર મામલો?
ફાર્મા કંપની કેડિલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાવવા માટે બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા હતા. જે બાદમાં હાઇકોર્ટે ફરિયાદ કરવાનો હુકમ કરતાં અંતે સોલા પોલીસ મથકમાં કેડિલાના CMD રાજીવ મોદી અને કેડિલાના HR મેનેજર જોન્સન મેથ્યુ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદમાં કેસની તપાસ તો શરૂ થઈ હતી.
બલ્ગેરિયન યુવતીએ લગાવ્યા હતા ગંભીર આરોપ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, મૂળ બલ્ગેરિયાની યુવતીને 2022માં કેડિલા ફાર્મા કંપનીમાં HR મેનેજર જોન્સન મેથ્યુએ નોકરીએ રાખી હતી. યુવતીને ફ્લાઈટ અટેન્ડન્ટ તરીકે રાખ્યા બાદ તેને પર્સનલ આસિસ્ટન્ટ બનાવી દેવામાં આવી હતી. જેમાં તેણે રાજીવ મોદી સાથે પ્રવાસ કરવાનો થતો. ફેબ્રુઆરી 2023માં યુવતીને CMD રાજીવ મોદી સાથે ઉદયપુર જવા કહેવાયું હતું. યુવતી મુજબ અહીંથી પાછા આવતા CMD રાજીવ મોદીએ ટિપ્પણી કરી કે, એકદમ શરમાળ છે અને તેને મુક્ત કરવી પડશે. તો જમ્મુની ફ્લાઈટમાં પ્રાઈવેટ પ્લેનમાં રાજીવ મોદી અન્ય ફ્લાઈટ અટેન્ડન્ટ સાથે રૂમમાં એકાંતમાં હોવાનું યુવતીએ જણાવ્યું.
ADVERTISEMENT
અન્ય યુવતીઓ પણ ભોગ બની હોવાનો આક્ષેપ
આ ઘટના બાદ અભદ્ર ચેનચાળાની ઘટના શરૂ થઈ અને તમિલનાડુમાં ટી એસ્ટેટની મુલાકાત વખતે નિર્વસ્ત્ર હાલતમાં બેઠેલા CMD રાજીવ મોદીએ યુવતીને બોલાવી. ઉપરાંત અનેક વખતે અશ્લિલ શારીરિક છેડછાડ કરાઈ હોવાનો આરોપ યુવતી લગાવ્યો હતો. યુવતીનો આરોપ છે કે, CMD રાજીવ મોદીની આ જાતીય સતામણીનો અન્ય મહિલા કર્મચારીઓ પણ ભોગ બની છે. રાજીવ મોદી યુવતી સાથે અતિશય ખરાબ વર્તન કરતા હતા.
પોલીસમાં કરેલી અરજી પાછી ખેંચાવી
બલ્ગેરિયન યુવતીએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે, જ્યારે તે અમદાવાદ પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા ગઈ ત્યારે તેની ફરિયાદ લેવામાં આવી નહોતી અને પોલીસે તેને ધમકાવીને ભગાવી મૂકી હતી. બાદમાં તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ હાઈકોર્ટના આદેશ બાદ ફરિયાદ લેવામાં આવી હતી.
ADVERTISEMENT
યુવતીએ નોંધાવી હતી ફરિયાદ
કોર્ટના આદેશ બાદ 31 ડિસેમ્બર 2023ના રોજ સોલા પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી અને કેડિલાના એચઆર મેનેજર જોન્સન મેથ્યુ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ પોલીસે રાજીવ મોદીના બંગલાની તપાસ કરી હતી અને સ્ટાફના નિવેદન નોંધ્યા હતા. બલ્ગેરિયન યુવતીની ફરિયાદ બાદ ખુદ રાજીવ મોદી ગાયબ થઈ ગયા હતા.જે બાદ પોલીસે કહ્યું કે અમે રાજીવ મોદીને શોધી રહ્યા છીએ પણ હજી સુધી કોઈ સફળતા મળી નથી. ત્યારે હવે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT