ચૂંટણી બહિષ્કાર મુદ્દે કારોલી માર્ગ પર ચક્કાજામ સર્જાયો, રસ્તાની સમસ્યાથી સ્થાનિકોમાં આક્રોશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, AAP અને કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેવામાં ઘણા સ્થળો એવા છે જ્યાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનો વિવાદ સામે આવ્યો છે. અરવલ્લીના વડાગામ ખાતે પણ સ્થાનિકોએ પ્રાથમિક પ્રશ્નોનો ઉકેલ ન આવ્યો હોવાથી ચૂંટણીનો બહિષ્કાર કરતા જોવા મળ્યા હતા. અહીં 5 લોકોએ તો રસ્તા બ્લોક કરી લીધા છે.

રસ્તાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ
વડાગામ-કારોલી માર્ગ પર અત્યારે સ્થાનિકોએ અવર જવર બંધ કરી દીધી છે. ગામના પાંચ લોકોએ અત્યારે રોડ પર ચક્કાજામ કર્યો છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં વિવિધ સ્થળે અત્યારે આ પ્રમાણે લોકોમાં રોષ જોવા મળ્યો છે.

રોડ નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા
વડાગામ ખાતે અત્યારે રોડ નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા છે. સ્થાનિકોએ રસ્તા પર ચક્કાજામ કરીને પોસ્ટરો સાથે જોવા મળ્યા છે. તેમણે પોસ્ટરમાં સારા રોડ બનાવવા માટે ટકોર કરી છે. તથા લખ્યું છે કે સ્થાનિકો રોડ માટે પોકારી રહ્યા છે. જ્યાં સુધી અમારી માગ પૂરી નહીં થાય ત્યાં સુધી રોડ નહીં તો વોટ પણ નહીંનો હુંકાર અમે ભરતા રહીશું.

ADVERTISEMENT

With Input: હિતેશ સુતરિયા

    follow whatsapp

    ADVERTISEMENT