CMની અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનેટ બેઠક, અલગ-અલગ મુદ્દાઓને લઇને ચર્ચા કરાશે
અમદાવાદ: ગુજરાત વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સત્તા પક્ષ રણનીતિ તૈયાર કરી રહી છે. સરકાર સતત લોકાર્પણના કાર્યક્રમો કરી રહી છે.…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સત્તા પક્ષ રણનીતિ તૈયાર કરી રહી છે. સરકાર સતત લોકાર્પણના કાર્યક્રમો કરી રહી છે. આ સાથે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રવાસો થઈ રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમને લઈ સમીક્ષા કરવામાં આવશે આ સાથે નેશનલ ગેમ્સને લઈ ચર્ચા કરવામાં આવશે.
ખેડૂતને સહાય આપવા થઈ શકે ચર્ચા
આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક યોજાશે. આ કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની સમીક્ષા કરાશે. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ આંદોલનો અને તેના નિરાકરણ બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે. ચૂંટણી પૂર્વે રાજ્યમાં મહત્વના પ્રોજેક્ટની સ્થિતિ-કામગીરી બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને લઈ ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય બાબતે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
આવતી કાલથી વડાપ્રધાન મોદી ગુજરાતમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29-30 સપ્ટેમ્બરના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહી મા અંબાની આરતી ઉતારવાના છે ત્યારે તેઓની મુલાકાત પહેલા સાંજે 5 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીને રસ્તો વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT