C.R.પાટીલનો કેજરીવાલ પર આડકતરો વાર, કહ્યું- અહીંયા આવીને તમારી બધી ગેરેન્ટીઓ ભૂલી જશો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAP વિવિધ ગેરન્ટીઓ આપી રાજ્યની જનતાને આકર્ષવાની કોશિશ કરી હતી. આ દરમિયાન સી.આર.પાટીલે કોઈપાર્ટીનું નામ લીધા વિના આડકતરી રીતે AAP પર નિશાન સાધ્યું હતું. તેમણે આ દરમિયાન શિક્ષણ, સુવિધાઓ, રોડ-રસ્તા સહિતની સુવિધા પર નજર કરવા AAPના અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે સી.આર.પાટીલે ગુજરાતની જનતાને કહ્યું કે લોકો અહીં આવીને તમને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરશે પરંતુ એમાં લલચાતા નહીં. એટલું જ નહીં આની સાથે સી.આર.પાટીલે કોંગ્રેસ પાર્ટીને પણ આડેહાથ લઈ લીધી છે.

સી.આર.પાટીલનું મોટુ નિવેદન…
ભાજપના દિગ્ગજ સી.આર.પાટીલે નામ લીધા વિના આમ આદમી પાર્ટીને વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો શિક્ષણ નીતિની વાતો કરતા હોય છે. તેમને મારું આમંત્રણ છે કે અહીં આવીને સ્કૂલોની સ્થિતિ જોઈ જાવ. અહીં અમે જે પ્રમાણે વિદ્યાર્થીઓને સુવિધાઓ આપી છે, એના પર એક નજર કરો. સુરતની મનપાની શાળાઓમાં અમે જે પ્રમાણેની સુવિધાઓ આપીએ છીએ એને જોઈને તમે બધા દાવાઓ ભૂલી જ જશો.

ખરાબ માર્ગના મુદ્દા પર આપને વળતો જવાબ
સી.આર.પાટીલે ખરાબ માર્ગના મુદ્દે કહ્યું કે ગુજરાત રાજ્યમાં આ સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં જાહેર માર્ગો પર ભૂવા અને ખાડા પડ્યા છે. પરંતુ આને તાત્કાલિક ધોરણે ફરીથી નિર્માણ કરવાની કામગીરી હાથ ધરાઈ ગઈ હતી. નવા રોડની વાત કરીએ તો 3 દિવસોમાં જ આનું નિર્માણ થઈ ગયું હતું.

ADVERTISEMENT

પાટીલે કોંગ્રેસને પણ આડેહાથ લીધી
સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને વળતો જવાબ આપી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના રાજમાં તો જનતાની વાત કોઈ સાંભળતું પણ નહોતું. અહીં અધિકારીઓ જનતા સામે તૂ-તૂ-મે-મે કરવામાંથી ઉંચા આવતા નહોતા. તે સમયે સામાન્ય જનતાને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો.

With Input- સંજયસિંહ રાઠોડ

    follow whatsapp

    ADVERTISEMENT