C.R.પાટીલના કેજરીવાલ પર પ્રહારો, AAPની ઓફિસમાંથી ગાંધીજીનો ફોટો હટાવ્યો; હવે નોટમાંથી પણ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાટણઃ અરવિંદ કેજરીવાલે થોડા દિવસ અગાઉ કેન્દ્ર સરકારને ચલણી નોટો મુદ્દે મોટા ફેરફાર કરવાની અપિલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ચલણી નોટો પર ગણેશ ભગવાન અને લક્ષ્મીમાતાની તસવીર પણ છાપવી જોઈએ. તેવામાં આજે કેજરીવાલે આ મુદ્દે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. આ મુદ્દો વધુ ચર્ચિત થતા સી.આર.પાટીલે અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે આમ આદમી પાર્ટીએ તેમના પંજાબના કાર્યાલયમાંથી ગાંધીજીની તસવીર હટાવી દીધી છે. હવે જે પ્રમાણે નિવેદનો આપે છે એના પરથી કેજરીવાલ મહાત્મા ગાંધીજીનો ફોટો નોટ પરથી પણ ન હટાવી લે એનાથી સતર્ક રહેવું પડશે.

સી.આર.પાટીલનો કેજરીવાલને વળતો જવાબ…
ભારતની ચલણી નોટો પર લક્ષ્મીમાતા અને ગણેશજીનો ફોટો છાપવો જોઈએ એવી કેજરીવાલની માગને લઈને સીઆર પાટીલે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલે તેમના તથા પંજાબના કાર્યાલયમાંથી મહાત્મા ગાંધીનો ફોટો અત્યારે હટાવી દીધો છે. તેવામાં અત્યારે ચલણી નોટોમાંથી પણ હવે કેજરીવાલ મહાત્મા ગાંધીજીનો ફોટો હટાવી ન લે તેનાથી સાવચેત રહેવું જોઈએ.

કેજરીવાલે PM મોદીને આ મુદ્દે પત્ર લખ્યો…
અરવિંદ કેજરીવાલ આજે શુક્રવારથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન સવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મેં આજે વડાપ્રધાન મોદીજીને પત્ર લખ્યો છે, જેમાં 130 કરોડ ભારતીયો તરફથી નિવેદન કર્યું છે. કેજરીવાલે પત્રમાં ભારતની ચલણી નોટો પર ગણેશજી અને લક્ષ્મી માતાની તસવીર પ્રિન્ટ કરાવવાની અપીલ કરી છે.

ADVERTISEMENT

ગુજરાત પ્રવાસ પહેલા કેજરીવાલનું નિવેદન રહ્યું હતું ચર્ચિત
અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે અહીં ભગવાનની દિવાળીમાં પૂજા થઈ રહી હતી ત્યારે મને એક વિચાર આવ્યો. આપણે સુખ સમૃદ્ધિ માટે ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરીએ છીએ. તો પછી આપણે ચલણી નોટો પર પણ એમની તસવીર હોવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે ગાંધીજીનો ફોટો તો રૂપિયાની ચલણી નોટ પર રાખવો જ જોઈએ પરંતુ એક બાજુ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનનો ફોટો પણ હોવો જોઈએ.

ADVERTISEMENT

અર્થવ્યવસ્થા સુધારવા ગણેશજી-લક્ષ્મીમાતાના આશીર્વાદની જરૂર- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે આપણે ઘણા પાસાઓ પર કામ કરવાની જરૂર છે. પરંતુ આની સાથે ભગવાનના આશીર્વાદ પણ હોવા જોઈએ. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું કે ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા કરવાનું ઘણું મહત્ત્વ છે. આનાથી ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેવામાં આપણે અર્થવ્યવસ્થા સુધારવી હશે તો પણ ભગવાનના આશીર્વાદ જોઈશે. તેથી જ ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની તસવીર પણ રૂપિયાની ચલણી નોટો પર હોવી જોઈએ. હું આ અંગે કેન્દ્ર સરકારને અપિલ કરીશ.

ADVERTISEMENT

With Inputs- વિપિન પ્રજાપતિ

    follow whatsapp

    ADVERTISEMENT