C.R.પાટીલે જૂથવાદ મુદ્દે આપ્યું મોટું નિવેદન, ટિકિટની રેસ તથા ઉમેદવાર પસંદગી વિશે કહી આ વાત..
પાટણઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. તેવામાં ટિકિટ લેવા માટે ભાજપની બેઠકો પર પડાપડી થઈ હતી અને જોરદાર રેસ જામી હતી.…
ADVERTISEMENT
પાટણઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. તેવામાં ટિકિટ લેવા માટે ભાજપની બેઠકો પર પડાપડી થઈ હતી અને જોરદાર રેસ જામી હતી. આ અંગે સી.આર.પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં મોટુ નિવેદન આપ્યું છે. તેમણે ભાજપમાં એકતા છે અને તમામ કાર્યકર્તાઓ માત્ર સેવા કરવાના ઈરાદાથી કાર્યરત છે એમ જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે જયનારાયણ વ્યાસ અને અશોક ગેહલોતની શુભેચ્છા મુલાકાત હતી એમ પણ જણાવ્યું હતું.
ભાજપના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ છે- C.R.પાટીલ
સી.આર.પાટીલે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ છે. ટિકિટ માગવાથી એ લોકો જૂથમાં છે એવું અનુમાન લગાવી ન લેવાય. ટિકિટ માગવો તેમનો અધિકાર છે અને ભાજપમાં જેવી રીતે સંખ્યાબદ્ધ કાર્યકર્તાઓએ ટિકિટ માગી છે. એ બધા કાર્યકર્તાઓ ચૂંટણી જીતવા માટે સક્ષમ છે. જે પાર્ટીની જીતવાની તક ઉજળી હોય ત્યાં સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓ આવતા હોય છે. અમે તેમને આવકારીએ છીએ. સી.આર.પાટીલે વધુમાં કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેવી રીતે ટિકિટ લેવા પડાપડી થઈ હતી. અને 9 હજાર ટિકિટો સામે 2 લાખ કાર્યકર્તાઓ આવ્યા હતા. તેમ છતા અમે જંગી જીત મેળવી હતી.
ADVERTISEMENT
બેઠક બદલી દાવેદારી નોંધવતા નેતા વિશે કહ્યું..
ભાજપના નેતાઓ બેઠક બદલી દાવેદારી નોંધાવતા હોય છે તે ક્યાંથી ચૂંટણી લડશે એ મુદ્દે પણ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બેઠક બદલીને દાવેદારી નોંધાવતા ભાજપના નેતાઓ ચૂંટણી ક્યાંથી લડશે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ નક્કી કરશે.
આની સાથે સી.આર. પાટીલે જયનારાયણ વ્યાસની અશોક ગેહલોત સાથેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સી.આર.પાટીલે પાટણ ખાતે સંતશ્રી સદારામ બાપાની પ્રતિમાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમની સાથે પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર સહિતના નેતા હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
With Input- વિપિન પ્રજાપતિ
ADVERTISEMENT
ADVERTISEMENT