C R Patil એ અલ્પેશ ઠાકોરની ચિંતા ઘટાડી, ચૂંટણી લડવા આપ્યા સંકેત
વિપિન પ્રજાપતિ, પાટણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી ચએ તેમ તેમ ગુજરાતના રાજકીય સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. ગુજરાતમાં અલ્પેશ ઠાકોરને લઈ અનેક વખત…
ADVERTISEMENT
વિપિન પ્રજાપતિ, પાટણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી ચએ તેમ તેમ ગુજરાતના રાજકીય સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. ગુજરાતમાં અલ્પેશ ઠાકોરને લઈ અનેક વખત અટકળો લગાવવામાં આવી હતી કે અલ્પેશ ઠાકોરની ટિકિટ કાપવામાં આવશે ત્યારે આજે આ અટકળોનો અંત આવ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે અલ્પેશની ટિકિટ આપવા અંગે સંકેત આપ્યા છે.
પાટણના એક જાહેર કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે અલ્પેશ ઠાકોરની ટિકિટ અંગે સંકેત આપતા કહ્યું કે, અલ્પેશ ઠાકોર અમારા સિનિયર આગેવાન છે. તે ચૂંટણી લડે અને વિજેતા થાય એવી શુભેચ્છા. દરેક વ્યાજતી પોતાના વિસ્તારમાં જ તૈયારી કરતાં હોય છે. રાધનપુર તેમનો વિસ્તાર છે. અને તે લડશે અને જીતશે તેવો અમને વિશ્વાસ છે. પાર્લમેન્ટરી બોર્ડમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ નિર્ણય લેશે.
દિલીપ ઠાકોર પણ લડશે ચૂંટણી
દિલીપ ઠાકોર અંગે નિવેદન આપતા પાટીલે કહ્યું કે, દિલીપભાઈ ઠાકોર પણ અમારા સિટિંગ મંત્રી છે. ખુબ સારા આગેવાન છે. તે જરૂર લડશે. દિલીપ ઠાકોર ચાણસ્મા બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યાં છે. ત્યારે આ વખતે તેમને ફરી એકવાર ચાણસ્મા બેઠક પરથી ચૂંટણી લડાવે તેવા સંકેત આપ્યા છે.
ADVERTISEMENT
alpeshગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડવા માટે સરકાર સામે અનેક વખત આડકતરી રીતે સામા પડ્યા છે. અનેક વખત શક્તિ પ્રદર્શન કરી ચૂક્યા છે ત્યારે આજે પાટીલે અલ્પેશ ઠાકોરની ટિકિટ અંગે સંકેતો આપતા ભાજપને પણ રાહત થઈ છે.અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં એક જાહેર કાર્યક્રમમાં કહ્યું કે, મારે અહીથી પરણવું છે, પરણાવવાની જવાબદારી તમારી. આમ અનેક વખત અલ્પેશ ઠાકોરે અહીથી ચૂંટણી લડવા માટેનું કહી પણ દીધું હતું.
ADVERTISEMENT