સી. જે. ચવડાની વિજાપુર બેઠક પરથી ટિકિટ કન્ફર્મ? જાણો શું કહ્યું ચૂંટણી લડવા બાબતે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ પણ રાવે રાજકીય સોગઠાં ગોઠવી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ પણ રાવે રાજકીય સોગઠાં ગોઠવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સી. જે. ચાવડા ગાંધીનગરની ઉત્તર બેઠક છોડી અને મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક લડવા જશે તેવા સંકેત આપ્યા છે.
મહેસાણાની વિજાપુર બેઠક પર કોંગ્રેસના તમામ દાવેદારોએ સી.જે.ચાવડાને સમર્થન આપ્યું છે. કોઈ પણ ઉમેદવારે વિજાપુર બેઠક પરથી કોઈ પણ દાવેદારોએ ઉમેદવારી ફોર્મ નથી ભર્યું. હવે આ મામલે કોંગ્રેસના નેતા અને ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય સી.જે ચાવડાએ મહેસાણાની એક સભા બાદ કહ્યું કે હું વિજાપુરથી ચૂંટણી લડીશ.
આગેવાનોએ વતનમાં ચૂંટણી લડવા કહ્યું
વિજાપુર તાલુકો કોંગ્રેસ સાથે સંકયાળેલો છે. બધા આગેવાનો એકઠા થઈ મને કહ્યું કે તમે તમારા વતનમાં ચૂંટણી લડવા માટે આવો અને એક પણ વ્યક્તિએ પોતાનું ફોર્મ નથી ભર્યું. પાર્ટીએ આદેશ આપ્યો કે ગાંધીનગરથી તો તમે જીતો જ છો પરંતુ વિજાપુરની બેઠક લડી અને કોંગ્રેસને વધુ બેઠક આવે આટલે વિજાપુર લડવા જાવ.
ADVERTISEMENT
ટૂંક સમયમાં ઉમેદવારની યાદી જાહેર કરશે કોંગ્રેસ
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઇને તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના 41 ઉમેદવારની યાદી પણ જાહેર કરી દીધી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસે પણ વહેલા ઉમેદવાર જાહેર કરવાની જાહેરાત કરી છે. ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસે પણ કવાયત હાથ ધરી છે. અને ટૂંક સમયમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારની પહેલી યાદી ટૂંક સમયમાં જાહેર કરી શકે છે.
ADVERTISEMENT