માતર GIDC માં આવેલા ઓઇલ પેપરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, તમામ વસ્તુ બળીને થઈ ખાખ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ, ખેડા: ઉનાળાની હજુ પૂરી શરૂઆત નથી થઈ ત્યાં જ આગના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ખેડા જિલ્લાની માતાર જીઆઇડીસીમાં ઓઇલ પેપર રોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. એકાએક આગ લાગવાની ઘટનાને લઈને અફરાતફરી નો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ નડિયાદ તથા ખેડા ની ફાયર વિભાગની ટીમને થતા તાત્કાલિક તેઓ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

માતાર જીઆઇડીસીમાં ઓઇલ પેપર રોલ બનાવતી કંપનીમાં લાગેલી આગ એટલી ભીષણ છે કે, અમદાવાદ ફાયર ફાઈટરની મદદ પણ લેવામાં આવી છે. ઘટનાની જાણ થતા મામલતદાર, પોલીસ અને ટીડીઓ પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. મહત્વનું છે કે આ આગ કયા કારણોસર લાગી છે, તે હાલ તો જાણી શકાયું નથી પરંતુ હાલ કોઈ પણ જાનહાનિના પણ સમાચાર નથી મળી રહ્યા.

આગ પર કાબૂ લેવાના પ્રયાસો શરૂ
ખેડા જિલ્લાની માતર જીઆઇડીસી માં આવેલ શ્રીમ પેકેજીંગ કંપનીમાં એકાએક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી નો માહોલ સર્જાયો. ઘટતાની જાણ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને કરાતા ખેડા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પરંતુ આગ એટલી વિકરાળ હતી કે નડિયાદ વિભાગની ટીમને જાણ કરાતા નડિયાદ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. જ્યારે ખેડા તથા નડિયાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ત્યારે મહા મહેનતે આગ પર કાબૂ મેળવામાં આવ્યો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: રાજ્યમાં બ્રિજની સ્થિતિને લઈ સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો જવાબ, જાણો શું છે પરિસ્થિતિ

આગ લગવાનું કારણ અકબંધ
શ્રીમ પેકેજીંગ કંપનીમાં ઓઇલ પેપર રોલ બનાવવામાં આવે છે. જેને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગ એટલી ભીષણ છે કે એક કિલોમીટર દૂર સુધીને આગના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. સાથે જ ભીષણ આગને પગલે અમદાવાદ ફાયર વિભાગની મદદ પણ લેવામાં આવી છે. હાલમાં મળતી માહિતી મુજબ સ્થળ પર ખેડા, નડિયાદ તથા અમદાવાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT