હાઈવે પર દોડતી બસમાં વિકરાળ આગ લાગી, મુસાફરો જીવ બચાવવા ભાગ્યા…

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ ચોટીલા-રાજકોટ હાઈવે પર આપા ગીગાના ઓટલા પાસે ખાનગી બસમાં વિકરાળ આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટના વહેલી સવારે થઈ હતી. જેમાં મીડિયા રિપોર્ટ્સના આધારે અચાનક બસમાં ધડાકો થયો અને આગ લાગી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આના કારણે એક મહિલા મુસાફરનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે.

ખાનગી લક્ઝરી બસ મુસાફરોને લઈને જતી હતી..
પ્રાથમિક માહિતી પ્રમાણે આગ લાગી એ ખાનગી બસ હતી. જે મુસાફરોને લઈને જઈ રહી હતી. ત્યારે તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. એટલું જ નહીં આ બસમાં ભડાકો થતા આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. જોકે ત્યારપછી મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા હતા. આગ લાગતા એક મહિલા મુસાફરનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય ચારથી પાંચ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે. અત્યારે તમામને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી દેવામાં આવ્યા છે.

મુસાફરોના કિમતી સામાન આગમાં હોમાયા
આગ લાગવાને કારણે અનેક મુસાફરોના કિમતી સામાન બસમાં રહી ગયા હતા. તે પણ આ બસની સાથે આગમાં ખાખ થઈ ગયા હતા. જોકે ત્યારપછી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી દીધી હતી.

ADVERTISEMENT

With Input: સાજિદ બેલિમ

    follow whatsapp

    ADVERTISEMENT