દેશમાં પહેલીવાર અંડર વોટર બુલેટ ટ્રેન દોડતી થશે! અમદાવાદ-મુંબઈ રૂટ પર થશે નિર્માણ
દિલ્હીઃ દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં પ્રથમવાર અંડર વોટર બુલેટ ટ્રેન દોડતી થશે, જે અમદાવાદ-…
ADVERTISEMENT
દિલ્હીઃ દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં પ્રથમવાર અંડર વોટર બુલેટ ટ્રેન દોડતી થશે, જે અમદાવાદ- મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભાગ રહેશે. આ ટનલ મહારાષ્ટ્રના બાંદ્રા-કુર્લા કોમ્પેક્સ અને શિલફાટાના અંડર ગ્રાઉન્ડ સ્ટેશનો વચ્ચે બનાવવામાં આવશે. આ અંતર્ગત આવનારા કેટલાક વર્ષોમાં દેશની પ્રથમ અંડર સી ટન બુલેટ ટ્રેન દોડાવવામાં આવી શકે છે. આ ટનલમાં ટ્રેન 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. આ ટનલની લંબાઈ 21 કિલોમીટર હશે. નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કોર્પોરેશને (NHSRCL) તેના બાંધકામ માટે બિડ મંગાવી છે. કોર્પોરેશને ગયા વર્ષે નવેમ્બરમાં પણ ભૂગર્ભ ટનલ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું, પરંતુ વહીવટી કારણોસર તે રદ કરવામાં આવ્યું હતું.
બાંદ્રા-કુર્લા સંકુલ અને શિલફાટાના ભૂગર્ભ સ્ટેશનોને જોડવા માટે બાંધકામ કરવામાં આવશે
આ ટનલ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બાંદ્રા-કુર્લા સંકુલ અને શિલફાટાના ભૂગર્ભ સ્ટેશનોને જોડવા માટે બનાવવામાં આવશે. થાણેના અખાતમાં બાંધવામાં આવનારી આ ટનલના નિર્માણ માટે તૈયાર કરાયેલા ટેન્ડર દસ્તાવેજ મુજબ, આ ટનલનું નિર્માણ ટનલ બોરિંગ મશીનો અને ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને થશે.
બ્રહ્મપુત્રા નદીમાં ટનલ બનાવવાની યોજના પર કામ કરાઈ શકે
તમને જણાવી દઈએ કે અગાઉ દિલ્હી-મુંબઈ રેપિડ રેલ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ માટે યમુના નદીમાં પાણીની અંદર ટનલ બનાવવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ આ શક્ય ન હતું. આ સાથે જ માર્ગ અને રેલવે મંત્રાલય બ્રહ્મપુત્રા નદીમાં ટનલ બનાવવાની યોજના પર પણ કામ કરી રહ્યું છે. જેનો ઉપયોગ વાહનો અને ટ્રેન બંનેના સંચાલન માટે થઈ શકે છે.
ADVERTISEMENT
શું હશે દરિયામાં બનેલી ટનલની વિશેષતા?
NHSRCL અનુસાર, થાણેની ખાડીમાં ટનલ સિંગલ ટ્યુબની ટેક્નોલોજી પર આધારિત હશે. આ ટ્યુનમાં ઇનકમિંગ અને આઉટગોઇંગ બંને ટ્રેક હશે. NHSRCL અનુસાર, આ પ્રોજેક્ટમાં ટનલ સાઇટને અડીને 37 સ્થળોએ 39 સાધનોનાં રૂમ પણ બનાવવામાં આવશે.
મુંબઈમાં ટેકરીથી 114 મીટર નીચે બાંધકામ કરવામાં આવશે
દેશમાં પ્રથમવાર બનાવવામાં આવનારી આ ટનલ જમીનના સ્તરથી લગભગ 25 થી 65 મીટર નીચે બનાવવામાં આવશે. તેની સૌથી ઊંડી બાંધકામ સાઇટ મુંબઈમાં શિલફાટા નજીક પારસિક હિલથી 114 મીટર નીચે હશે. આ પ્રોજેક્ટ માટે 13.1 મીટર વ્યાસ કટર હેડ સાથે ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.
ADVERTISEMENT
2026 સુધી દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અંડરવોટર ટનલ બનાવવા માટે દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે. તેના બાંધકામ માટે બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી 2023 નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રેલ્વે મંત્રાલયને આશા છે કે વર્ષ 2026માં ગુજરાતમાં 50 કિલોમીટરના રૂટ પર બુલેટ ટ્રેનની પ્રથમ ટ્રાયલ રન શરૂ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT