જામનગરમાં બુલડોઝર એક્શનમાં આવ્યું, જાણો મેગા ડિમોલિશન વિશે વિગતવાર માહિતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ ગુલાબનગર પાસેની સિન્ડિકેટ સોસાયટીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાનું મેગા ડિમોલિશન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન અહીં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં રોડ બનવામાં નડતર રૂપ તમામ જગ્યાઓ પર પણ ડિમોલિશન શરૂ કરી દેવાયું હતું. આ કાર્યવાહી દબાણ નિરીક્ષકની હાજરીમાં કરવામાં આવી હતી. દબાણ ગટાવવા માટે બુલડોઝર દ્વારા માર્ગ સાફ કરાયો હતો.

દબાણ હટાવતા સમયે બોલાચાલી
નોંધનીય છે કે બુલડોઝર ફેરવવામાં આવ્યું એ સમયે સ્થાનિકોની દબાણ અધિકારી સાથે બોલાચાલી થઈ હતી. જોકે મેગા ડિમોલિશનની કામગીરી યથાવત રહી હતી. આ દરમિયાન રોડમાં નડતરરૂપ જગ્યાને ખુલ્લી મુકી દેવામાં આવી હતી. આની સાથે જ પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાએ આ ડિમોલિશન ઓપરેશનને અંજામ આપ્યો છે.

With Input: દર્શન ઠક્કર

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT