બળદ ગાડુ AAPની બેઠકમાં ધસી આવ્યું, તોડફોડ થતા લોકોના શ્વાસ અધ્ધર
જુનાગઢઃ માંગરોળમાં આમ આદમી પાર્ટીની બેઠક દરમિયાન અચાનક બળદ ગાડુ ઘુસી જતા ભારે હાલાકી સર્જાઈ હતી. આ દરમિયાન લોકો આમ તેમ પોતાનો જીવ બચાવીને ભાગતા…
ADVERTISEMENT
જુનાગઢઃ માંગરોળમાં આમ આદમી પાર્ટીની બેઠક દરમિયાન અચાનક બળદ ગાડુ ઘુસી જતા ભારે હાલાકી સર્જાઈ હતી. આ દરમિયાન લોકો આમ તેમ પોતાનો જીવ બચાવીને ભાગતા નજરે પડ્યા હતા. નોંધનીય છે કે બળદ ગાડી કાબૂની બહાર જતા આ ઘટના પરિણમી હતી. જેમાં અઢળક ખુરશીઓને નુકસાન પહોંચ્યું હતું તો બીજી બાજુ લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે સારા સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઈની પણ જાનહાની થઈ નથી.
માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગમાં બળદ ગાડુ ઘુસી ગયુ..
થોડીવાર માટે લોકોના શ્વાસ અઘ્ધર થયા, સદ નસીબે કોઈ જાન હાની નહીં.15 જેટલી ખુરશીઓ તુટી,
આમ આદમીની મીટીંગ માં માઈક ચાલુ થતાં રસ્તા પરથી પસાર થતા બળદ ગાડા ના બળદો ભળકતા સભામાં ઘુસી જતા નાશ ભાગ મચી જવા પામી હતી. pic.twitter.com/u4CTAbmJFy— Gujarat Tak (@GujaratTak) August 29, 2022
માઈક ચાલુ થયું અને તોડફોડ શરૂ…
આમ આદમી પાર્ટીની બેઠકનું માઈક ચાલુ થયું અને બીજી બાજુ એક બળદ ગાડુ પૂર ઝડપે ત્યાં ધસી આવ્યું હતું. આ બળદ ગાડામાં કુલ 5થી 6 લોકો બેઠા હતા અને એની સાથે ઘાસચારો પણ હતો. અચાનક જ બેઠક વચ્ચે અચાનક જ બળદ ભડક્યો અને તેણે સભામાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું. આ તોડફોડ દરમિયાન 15 જેટલી ખૂરશીઓ તૂટી ગઈ હતી.
ADVERTISEMENT
લોકો જીવ બચાવી ભાગ્યા
બેઠકમાં બળદ જેવી રીતે તોફાન કરવા લાગ્યો હતો તેને જોતા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. એટલું જ નહીં ખુરશીઓ છોડીને પોતે આમ તેમ નાસ ભાગ કરતા વીડિયોમાં કેદ થયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT