BTP એ જાહેર કરી ઉમેદવારની બીજી યાદી, પિતાની સીટ મહેશ વસાવાએ છીનવી
દિગ્વિજય પાઠક, વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની કામગિરિ પૂર જોશમાં ચાલી રહી છે. એક બાદ એક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક, વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની કામગિરિ પૂર જોશમાં ચાલી રહી છે. એક બાદ એક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. આ દરમિયાન હવે બિટીપીએ પોતાના ઉમેદવારની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
પિતા-પુત્ર વચ્ચે મતભેદ બહાર આવ્યા બાદ આજે 6 ઉમેદવારોની યાદીમાંથી ઝઘડિયા બેઠક ઉપર મહેશ વસાવા અને ડેડીયાપાડા બેઠક ઉપર બહાદુર વસાવા BTP ઉમેદવાર. છોટુ વસાવાએ જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશની કરેલી જાહેરાત મુજબ હવે JDU ના બેનર ઉપર ઝઘડિયાથી ચૂંટણી લડવાની શકયતા. પિતા-પુત્રનો આ ગજગ્રાહનો લાભ ઝઘડિયા ઉપર BJP અને ડેડીયાપાડા બેઠક ઉપર AAP અંકિત કરવા ગેલમાં છે.
ADVERTISEMENT
આદિવાસી અજય ગણાતી ઝઘડિયાની છોટુ વસાવાની બેઠકનું હરણ પુત્ર મહેશ વસાવાએ જ કરી લીધું છે. આજે BTP ની રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ 6 ઉમેદવારની જાહેર કરેલી બીજી યાદીમાં ઝઘડિયા પિતાની બેઠક ઉપર પોતે જ અડિંગો જમાવી લીધો છે. રાજકારણ માટે હંમેશા કહેવાયું છે કે, તેમાં ભાઈ-ભાઈ નો નહિ કે પિતા-પુત્રનો નથી હોતો તે ઉક્તિ આદિવાસી ઝઘડિયા બેઠક પરથી આજે સાચી ઠરી છે.
ડેડીયાપાડા બેઠક ઉપરના BTP ના આગેવાન ચૈતર વસાવા AAP માં જોડાઈ ગયા બાદ ટિકિટ મેળવતા BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાને ડેડીયાપાડાની બેઠક અસલામત લાગી હતી. જેથી તેઓએ આજે પાડેલી BTP ના 6 ઉમેદવારની બીજી યાદીમાં BTP સુપ્રીમો પિતા છોટુ વસવાની જ અજય બેઠક ઝઘડિયા હથિયાવી લીધી છે. મહેશ વસાવાએ પોતે ઝઘડિયા બેઠક પરથી પોતાની ટિકિટની જાહેરાત કરી દેતા પિતા-પુત્રનો મતભેદ હવે સત્તા અને શાખના રાજકીય સંગ્રામમાં પરિવર્તિત થતો લાગી રહ્યો છે.
ADVERTISEMENT
જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડવાની છે: છોટુ વસાવા
અગાઉ છોટુ વસાવાની તબિયત નાદુરસ્ત હોય તેવો ચૂંટણી નહિ લડે ના અહેવાલો ફરતા કરાયા હતા. જેને છોટુ વસાવાએ જ રદીયો આપી જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જે બાદ JDU સાથે BTP ના ગઠબંધનની પિતા છોટુ વસાવાએ જાહેરાત કર્યાના બીજા દિવસે જ મહેશ વસાવાએ આ ગઠબંધન છોટુ વસાવાનું વ્યક્તિગત હોવાનું પુત્રે જાહેર કર્યું હતું. હવે આજે પિતાની સેફ અને સિક્યોર અજય બેઠક ઉપર પુત્ર મહેશ વસાવાએ પોતે BTP ના ઉમેદવાર જાહેર થઈ જતા શુ છોટુ વસાવા ઝઘડિયા બેઠક પરથી JDU ના બેનર ઉપર ચૂંટણી લડશે તેવી અટકળો તેજ બની છે.
ADVERTISEMENT
ભાજપને ફાયદો
પિતા-પુત્ર વચ્ચે પારિવારિક વિવાદને લઈ ભાજપ માટે ઝઘડિયા બેઠક અને આપ માટે ડેડીયાપાડા બેઠક ઉપર આંતરિક ગજગ્રાહનો સીધો લાભ લેવાનો મોકો મળી ગયો છે. ડેડીયાપાડા વિધાનસભાના ઉમેદવાર તરીકે BTP એ બહાદુર વસાવાનું નામ જાહેર કર્યું છે. બહાદુર વસાવા નર્મદા જિલ્લા પંચાયતમાં બિટીપી અને કોંગ્રેસ ગઠબંધન વખતે કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યા છે. તાજેતર માં યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બિટીપી તરફ થી ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપના ખાનસિંગ વસાવા સામે તેમની હાર થઈ હતી.
ડેડીયાપાડા બેઠક પર જંગ જામશે
ચૈતર વસાવા આપ માં જોડાયા બાદ બહાદુર વસાવાને નર્મદા જિલ્લા બિટીપીના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ડેડીયાપાડા બેઠક ઉપર BTP માથી AAP માં ગયેલ ચૈતર વસાવા અને બિટીપીના બહાદુર વસાવા વિરુદ્ધ સીધો જંગ થઈ શકે છે.
ADVERTISEMENT