Big Breaking: વિધાનસભા ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, BTPએ 4 મહિનામાં જ ગઠબંધન તોડ્યું
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનો મોટો ઝટકો આપ્યો છે. AAP અને BTP વચ્ચે ગઠબંધન તૂટ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનો મોટો ઝટકો આપ્યો છે. AAP અને BTP વચ્ચે ગઠબંધન તૂટ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. 1લી મેના રોજ AAP અને BTPનું ગઠબંધન થયું હતું, જોકે ચાર મહિનામાં જ આ ગઠબંધન તૂટી ગયું છે. AAPના નેતાઓએ BTPનું કહેલું ન માનતા ગઠબંધન તોડ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. Gujarat Tak સાથે વાતચીતમાં BTP નેતા છોટુ વસાવાએ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી હતી. અને એકલા જ વિધાનસભાની ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું.
‘ટોપીવાળાએ સમગ્ર દેશને બરબાદ કર્યો’
BTPના નેતા છોટુ વસાવાએ Gujarat Tak સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર દેશને ટોપીવાળાએ બરબાદ કર્યો છે. અમને પણ ડર લાગે છે કે ટોપીવાળા અમારી સાથે આવી જશે, અમારું સંગઠન તોડશે. હજુ અમિત શાહ જણાવી રહ્યા છે કે AAP અમારી દુશ્મન છે. કેજરીવાલ કહે છે, BJP અમારી દુશ્મન છે. મોંઘવારી વધી રહી છે.
BTP એકલા જ ચૂંટણી લડશે
તેઓ કહે છે, હું કેજરીવાલને પૂછું કે અહીં રાજ ભાજપનું છે તો તમને કેમ અહીં ઉતરવા દે છે, વાત કરવા દે છે, તે જ વાત જણાવે છે કે ભાજપ જ તેમને અહીં લાવ્યું છે. કારણે કે ભાજપ અહીં હારવાનું છે. જેથી તેમની વિરુદ્ધ જનારા વોટને ડાઈવર્ટ કરવા આ કર્યું છે. પછી બંને સાથે મળીને રાજ કરશે. એટલે અમે તેમની સાથે ગઠબંધનની કોઈ વાત નહીં કરીએ. અમે એકલા જ ચૂંટણી લડીશું.
ADVERTISEMENT
AAP અને BJP બંનેને એક ગણાવ્યું
છોટુ વસાવાએ વધુમાં કહ્યું, તેઓ અમારી સાથે આવ્યા છે અમારી વાત નથી કરતા, અમારા લોકોની વાત નથી કરતા. અહીં આવીને અમારું સંગઠન તોડવા માગે છે તે અમે નહીં ચાલવીએ. ભાજપ અને AAP બંને એક જ છે. દિલ્હીમાં સિસોદિયા પર ED અને CBIના દરોડા છે તે માત્ર નામ માટે છે જેથી લોકો બતાવી શકે કે બંને અલગ છે. જેથી ગુજરાતના લોકો તેમને વોટ આપે.
ADVERTISEMENT
ADVERTISEMENT