BJP અને BTPનું કોઈ ગઠબંધન નહીંઃ મહેશ વાસાવાએ જુઓ શું કહ્યું, Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ બીટીપીના નેતા મહેશ વસાવાએ હાલમાં ચાલેલી કેટલીક બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ગુરુવારે વિવિધ માધ્યમોમાં ભાજપમાંથી મહેશ વસાવા ટિકિટ માગતા હોવાનું જણાવાયું હતું. જોકે તેમણે કહ્યું કે તે મહેશ વસાવા પેટ્રોલપંપના માલિક છે તે હું નહીં. તેમણે આમ ભાજપ અને બીટીપીના ગઠબંધનની જે વાતો હતી તે નકારી દીધી છે.

જેમના નામની ચર્ચા છે તે હું નહીંઃ બીટીપી નેતા મહેશ વસાવા
હાલમાં સોશિયલ મીડિયામાં ભાજપ અને બીટીપીના ગઠબંધનના મેસેજ ફરતા થયા હતા. કેટલાક માધ્યમો પર પણ મહેશ વસાવા ભાજપમાંથી ટિકિટ માગી રહ્યા છે તેવી વાત ચાલી હતી. જ્યારે આ મામલે બીટીપીના નેતા મહેશ વસાવાએ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેડિયાપાડામાંથી ભાજપના ઉમેદવાર મહેશ વસાવા ટિકિટ માગે છે પરંતુ તે મહેશ વસાવા મહેશભાઈ નવલભાઈ વસાવા છે તેઓ પેટ્રોલપંપોના માલિક છે. હું મહેશ છોટુંભાઈ વસાવા છું. તેમના નામની ચર્ચા છે તે હું નથી. માટે આ ખોટી અફવાઓ ફેલાઈ રહી છે.


 (વીથ ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT