પ્રેમ લગ્નથી અકળાયેલા ભાઈએ બનેવીની ગોળી મારી હત્યા કરી, ઓનર કિલિંગની રૂવાડા ઉભા કરી દે એવી ઘટના
છોટાઉદેપુરઃ સમાજમાં અત્યારે પ્રેમલગ્નને પણ મોટાભાગે સ્વીકૃતી મળી જતી હોય છે. પરંતુ હજુ પણ ઘણા એવા વિસ્તાર છે જ્યાં ઓનર કિલિંગની ઘટના સામે આવતી રહે…
ADVERTISEMENT
છોટાઉદેપુરઃ સમાજમાં અત્યારે પ્રેમલગ્નને પણ મોટાભાગે સ્વીકૃતી મળી જતી હોય છે. પરંતુ હજુ પણ ઘણા એવા વિસ્તાર છે જ્યાં ઓનર કિલિંગની ઘટના સામે આવતી રહે છે. આવો જ એક કિસ્સો છોટા ઉદેપુર ખાતે થયો હતો. જેમાં એક ભાઈએ તેના સાળાને જ ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. નોંધનીય છે કે બહેને પ્રેમલગ્ન કર્યા હતા, જે ભાઈ પચાવી ન શક્યો અને તેણે નિર્દયતાથી પોતાની જ બહેનનો સંસાર વેરવિખેર કરી દીધો છે. તે જ્યારે સાળાને મારતો હતો ત્યારે એક નહીં..બે નહીં.. અનેક ગોળીઓ તેના શરીરમાં ધરબી દીધી હતી. વાંચો ઓનર કિલિંગની આ રુંવાડા ઉભા કરી દેતી ઘટના…
બહેન ગર્ભવતી હતી અને ભાઈએ સંસાર વિખેરી નાખ્યો..
પાવી જેતપુરના સુનિલને કિકવાડા ગામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. તેમણે દોઢ વર્ષ પહેલા એકબીજા સાતે લગ્ન પણ કરી લીધા હતા. તેવામાં હવે યુવતીના પરિવારજનોને આ વાત પસંદ ન આવતા તેના લગ્ન બીજા ઘરે કરાઈ દીધા હતા. આ દરમિયાન પહેલા તો યુવતીએ પરિવારે જેની સાથે લગ્ન કરાયા હતા તેની સાથે રહેવાનું શરૂ કરી દીધું હતું.
જોકે યુવતીએ ત્યારપછી ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો. તેને જેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા એના સાથે જ રહેવા માટે પરિવારને આજીજી કરી હતી. ત્યારપછી એક દિવસ અચાનક યુવતી પોતાના પ્રેમને પામવા માટે પહેલા જેની સાથે કોર્ટમાં લગ્ન કર્યા હતા તેના સાથે રહેવા માટે જતી રહી હતી. આ વાત ભાઈને આંખમાં કણાની માફક ખૂંચી હતી.
ADVERTISEMENT
ભાઈને બહેનનું પગલુ જરાય ન ગમ્યું
સુનિલ ભાઈ ( યુવતીનો પહેલો પતિ જેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા) અને યુવતી એક સાથે રહેતા હતા. આ વાત જાણીને તેના ભાઈને ઘણો ગુસ્સો આવ્યો. તેણે એમ હતું કે બહેનના પ્રેમના કારણે તે પોતાનો સુખી સંસાર ત્યજી રહી છે. બીજા પતિ (પરિવારે યુવતીના લગ્ન કરાવ્યા એ)નું ઘર છોડવાના નિર્ણયથી ગુસ્સે ભરાયેલા ભાઈએ સુનિલની હત્યા કરવાનું કાવતરુ ઘડ્યું.
યુવતીના ભાઈએ પિતાની બંદૂક લઈ લીધી. આ દરમિયાન તેણે મોટો ઝઘડો કર્યો અને સુનિલભાઈને ઘરની બહાર બોલાવ્યા હતા. પોતાના ભાઈ (સચિન)ના હાથમાં બંદૂક જોઈને યુવતી અને સુનિલ ખેતરમાં ભાગી ગયા હતા. જોકે યુવતીનો ભાઈ બંને પાછળ ભાગ્યો અને સુનિલને પીઠ પાછળ ગોળી મારી દીધી હતી. નોંધનીય છે કે યુવતીના પિતા બી.એસ.એફ જવાન હતા તેથી તેમની બંદૂકનો ઉપયોગ કરી ભાઈએ પોતાની બહેનના પહેલા પતિને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT