અમદાવાદમાં ‘ડોન કા અડ્ડા’ કેફેમાં બેઠેલા બનેવીને છરીના ઘા મારીને સાળો ફરાર થઈ ગયો
અમદાવાદ: શહેરના એસ.જી હાઈવે પર ન્યૂયોર્ક ટાવરની સામે આવેલા ‘ડોન કા અડ્ડા’ પર બેઠેલા યુવકને તેના સાળાએ મિત્રો સાથે મળીને ઝઘડો કરીને છરીના ઘા માર્યા…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના એસ.જી હાઈવે પર ન્યૂયોર્ક ટાવરની સામે આવેલા ‘ડોન કા અડ્ડા’ પર બેઠેલા યુવકને તેના સાળાએ મિત્રો સાથે મળીને ઝઘડો કરીને છરીના ઘા માર્યા હોવાનો બનાવ બન્યો છે. યુવક કેફે પર બેઠો હતો ત્યારે જ સાળો તેના મિત્રો સાથે ત્યાં પહોંચ્યો હતો અને ઝઘડો શરૂ કરી દીધો. યુવક ત્યાંથી ઊભા થઈને ચાલવા લાગતા સાળા અને તેના મિત્રોએ છરીના ઘા મારીને ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ મામલે યુવકે હવે પોતાના સાળા સહિત 3 લોકો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પત્ની સાથે મનમેળ ન થતા બંને બે વર્ષથી અલગ રહેતા હતા
ઘટનાની વિગતો મુજબ, સેટેલાઈટ વિસ્તારમાં રહેતા જીગ્નેશ પટેલ નામના યુવકના લગ્ન રાજકોટની એક યુવતી સાથે થયા હતા. જોકે લગ્ન બાદ થોડા સમય પછી બંને વચ્ચે મનમેળ ન થતા બે વર્ષથી તેઓ અલગ રહે છે. ગત શનિવારે જીગ્નેશ એસ.જી હાઈવે પર આવેલા ‘ડોન કા અડ્ડા’ કાફેમાં બેઠો હતો. દરમિયાન એક કાર આવી જેમાંથી તેનો સાળો અજયસિંહ મિત્રો સાથે ઉતર્યો અને અપશબ્દો બોલવા લાગ્યો. જેથી જીગ્નેશ કાફેના ગેટ પાસે જઈ રહ્યા હતા. દરમિયાન ત્રણેયે તેમને ધમકી આપીને છરીના ઘા મારી દીધા.
ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડાયો
જેથી આસપાસના લોકો ત્યાં ભેગા થઈ જતા તેઓ ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્ત જીગ્નેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ બાદ તેણે પોતાના સાળા અને તેના મિત્રો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT