કાયદો બધા માટે સરખો: કારમાં સીટ બેલ્ટ ન બાંધતા બ્રિટિશ PM ઋષિ સુનકને પોલીસે દંડ ફટકાર્યો
નવી દિલ્હી: બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક પર કારમાં સીટ બેલ્ટ ન બાંધવા પર શુક્રવારે દંડ કરવામાં આવ્યો છે. તેમણે ચાલુ કારમાં પાછલી સીટ પર બેસીને…
ADVERTISEMENT
નવી દિલ્હી: બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક પર કારમાં સીટ બેલ્ટ ન બાંધવા પર શુક્રવારે દંડ કરવામાં આવ્યો છે. તેમણે ચાલુ કારમાં પાછલી સીટ પર બેસીને એક વીડિયો બનાવ્યો હતો. જોકે બાદમાં તેમણે પોતાની ભૂલને લઈને માફી પણ માગી હતી.
કારમાં સીટ-બેલ્ટ કાઢી વીડિયો બનાવ્યો હતો
ઋષિ સુનકે ઉત્તર-પશ્ચિમની યાત્રા દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેમણે કારમાં સીટ બેલ્ટ નહોતી બાંધી. જેના પર પોલીસે તપાસ કર્યા બાદ શુક્રવારે મોડી રાત્રે પુષ્ટિ થતા દંડ ફટકાર્યો હતો. સુનકને આ બીજી વખત દંડ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ પાછલા વર્ષે તત્કાલિન પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે કોવિડ-19ના નિયમોનું ઉલ્લંખન તેમણે કહ્યું હતું. જોનસન બાદ સુનક આ રીતે કાયદો તોડનારા દેશના બીજા પ્રધાનમંત્રી બની ગયા છે.
ADVERTISEMENT
ઋષિ સુનકની છબી ખરાબ કરી શકે આ મામલો
ઋષિ સુનક પર લાગેલો દંડ તેમની છબી ખરાબ કરી શકે છે. વર્ષ 2025માં થનારી ચૂંટણી પહેલા જ સર્વેમાં કન્ઝર્વેટિવ પાર્ટી વિપક્ષી લેબર પાર્ટીથી પાછળ છે. ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું કે, પ્રધાનમંત્રીએ પોતાની ભૂલ સ્વીકારતા માફી માગી છે. તેઓ નિશ્ચિતરૂપે દંડનું પાલન કરશે. નોર્થ ઈંગ્લિશ કાઉન્ટીમાં પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે લંડનના 42 વર્ષના વ્યક્તિને દંડની નોટિસ મોકલવામાં આવી છે.
આ પણ વાંચો: DGCAએ એર ઈન્ડિયા પર લગાવ્યો 30 લાખનો દંડ, નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી
ADVERTISEMENT
હકીકતમાં ઋષિ સુનકે ઉત્તર-પશ્ચિમ ઈંગ્લેન્ડની યાત્રા દરમિયાન એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે દેશભરમાં 100થી વધુ યોજનાઓ માટે ફંડ આપવા સરકારની નવી જાહેરાતોને પ્રોત્સાહન આપતો વીડિયો બનાવ્યો હતો. આ દરમિયાન તેમણે સીટ બેલ્ટ ઉતારી દીધો હતો. વિપક્ષી લેબર પાર્ટીએ આ વીડિયોને લઈને ઋષિ સુનક પર નિસાન સાધ્યું હતું
ADVERTISEMENT
ADVERTISEMENT