બ્રિજરાજ સોલંકીએ કેજરીવાલને ‘અર્જુન’ સાથે સરખાવ્યા, રાજુભાઈએ કહ્યું અન્ય પાર્ટીના ખેસ પહેરવાનું કારણ અલગ હતું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સુપર એક્ટિવ થઈ ગઈ છે. કોળી સમાજને આકર્ષવા માટે દિગ્ગજ નેતા રાજુભાઈ સોલંકીને પાર્ટીમાં જોડ્યા હતા. તેવામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજુ સોલંકીને અગાઉ કોંગ્રેસ અને પછી ભાજપમાં જોડાયા હોવાના અહેવાલો મુદ્દે સવાલ પૂછાયો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું કે અત્યારસુધી હું કોઈપણ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયો નથી, એ સમયના કારણો થોડા અલગ હતા જે અત્યારે જણાવવા માગતો નથી. ત્યારે બીજી બાજુ બ્રિજરાજ સોલંકીએ અરવિંદ કેજરીવાલને અર્જુન સાથે સરખાવી જનતાના રોજગારી, શિક્ષણના મુદ્દાને ઉજાગર કર્યા હતા.

હું કોઈ કમિટમેન્ટ સાથે AAPમાં આવ્યો નથી- રાજુ સોલંકી
રાજુભાઈ સોલંકીને પૂછવામાં આવ્યું કે અગાઉ કોંગ્રેસ, ભાજપ અને હવે આમ આદમી પાર્ટીમાં જોડાવવા અંગે તમે શું કહેશો. ત્યારે તેમણે કહ્યું કે હું કોઈપણ પાર્ટીમાં અત્યારસુધી સત્તાવાર રીતે જોડાયો નથી. હું કોઈ પાર્ટીનો મેમ્બર નહોતો, ખેસ મને પહેરાવ્યો હતો એના ઘણા કારણો હતા પરંતુ એ હું અત્યારે જણાવવા માગતો નથી. આની સાથે ટિકિટ મળશે કે નહીં એ સવાલ પર રાજુ સોલંકીએ કહ્યું કે હું કોઈ કમિટમેન્ટ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયો નથી.

બ્રિજરાજ સોલંકીએ અરવિંદ કેજરીવાલને અર્જુન કહ્યા..
તેમણે કહ્યું કે અત્યારે દેશમાં ભ્રષ્ટાચારરૂપી મહાભારત ચાલી રહ્યું છે. આ મહાભારતના અર્જુન અરવિંદ કેજરીવાલ છે. આપણા દેશ અને ગુજરાતની સામાન્ય જનતાને બચાવવાની જરૂર છે. અત્યારે જનતાના મોંઘવારી, બેરોજગારીના પ્રશ્નોનું નિરાકરણ માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. હું ઈમાનદાર પાર્ટીમાં જોડાયો છું. આમ આદમી પાર્ટીમાં કટ્ટર ઈમાનદારી, કટ્ટર દેશભક્તિ અને કટ્ટર માણસાઈના ત્રણ સ્તંભો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT