વિકાસ કે ભ્રષ્ટાચાર! 13 કરોડના ખર્ચે બનેલા પુલનો પિલ્લર બેસી ગયો, બે મહિનામાં બીજીવાર બંધ કરાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા,નર્મદા: મોરબીમાં રવિવારે તૂટી ગયેલા ઝૂલતા બ્રિજમાં અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા. આ ઘટના બાદ રાજ્યભરમાં સ્થાનિક તંત્ર બેબાકળું થઈને જાગ્યું છે અને જર્જરિત બ્રિજને તોડવાની કે રીપેર કરવાની કામગીરી કરી રહ્યું છે. ત્યારે નર્મદાના રાજપીપળા નજીક કરજણ નદી પર રૂ.13 કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર પડેલા ખાડા પડતા અને પિલ્લર બેસી જતા તેને ઠીક કરવા હવે 2 મહિના સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2 વર્ષ પહેલા જ બન્યો હતો બ્રિજ
નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક કરજણ નદી ઉપર આવેલ રાજપીપળા અને રામગઢને જોડતો પુલ કરોડોના ખર્ચે 2 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. જોકે આ પુલ બન્યા પછી પુલનું લોકાર્પણ ન થતાં આમ જનતાએ લોકાર્પણ વગર જ અવરજવર શરૂ કરી દીધી હતી. આ પુલનું બાંધકામ તકલાદી હોવાનું ત્યારે ખબર પડી જયારે આ પુલ ગયા વર્ષે વચ્ચેથી બેસી ગયો અને પુલને બંધ કરવામાં આવ્યો ત્યારે પુલના તકલાદી કામની પોલ ખુલી છે. પુલમાં 20 ફૂટનું ગાબડું પડતાં 10 ગામ સંપર્ક વિહોણા થયા છે. 13 કરોડના ખર્ચે બનેલ પુલ 13 મહિના પણ ના ચાલ્યો અને ફરી રીપેર કર્યા બાદ પણ સ્થિત જે હતી તે જ રહી. બે મહિના પહેલા પડેલા ખાડા પુરવા અને પિલ્લર નમી જતા 2 મહિના માટે બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરાઈ છે. માત્ર ટુ-વ્હીલર ચાલકો જ બ્રિજ પરથી જઈ શકશે.

ADVERTISEMENT

પિલ્લર બેસી જતા બે મહિના માટે બ્રિજ ભારે વાહનો માટે બંધ
નર્મદા-રાજપીપળાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ માટે હુકમ બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ 1 ઓક્ટોબર 2022 થી 1 જાન્યુઆરી 2023 સુધી આ બ્રિજને સમારકામ કરવામાં આવશે. આ માટે સાવચેતીના ભાગરૂપે બ્રિજને ફોર-વ્હીલર તથા ભારે વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવશે.

અગાઉ 2 વર્ષમાં 2 વાર પુલ તૂટયો હતો
નોંધનીય છે કે, બે વર્ષ પહેલા રાજપીપળા અને રામગઢને જોડતો પુલ 13 કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ પુલને એક જ વર્ષમાં બંધ કરી દેવો પડ્યો હતો. બે વર્ષના ટૂંકા ગાળામાં બબ્બે વાર આ પૂલ વચ્ચેથી બેસી ગયો હતો. તેના પિલ્લરને પણ ગયા વર્ષે ભારે નુકસાન થયું હતું. જેને કારણે ગયા વર્ષે આ પુલને બંધ કરી દેવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી. ત્યાર પછી થોડું સમારકામ કરીને ફરી પાછો આ પૂલ ચાલુ કરવામાં આવ્યો હતો. પણ આ વર્ષે ભારે વરસાદમાં આ પુલની ફરી એકવાર તે જ જગ્યાએ થી પુલ બેસી ગયો. પણ આ વર્ષે ભારે વરસાદમાં પુલ ને જોડતા રસ્તા ઉપર 20 ફુટ ઊંડું મસમોટું ગાબડુ પડી ગયું. અને 8 થી 10 ગામ સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

તંત્ર પર ઉઠયા સવાલ..
આજે પણ આ પુલ વચ્ચેથી વધારે બેસી ગયો છે. તેમાં મોટી તિરાડો પડી ગઈ છે. એ જોતા કરોડોના ખર્ચે બનેલ આ પુલ તકલાદી અને ગુણવત્તા વિહોનો નબળા પુલનો ઉત્તમ નમૂનો સાબિત થયો છે. આ જોખમી પુલ પ્રજાને લોકાર્પણ કેમ કરવામાં આવ્યો નહોતો તે હવે લોકોને સમજાય છે. ભ્રષ્ટાચારી એજન્સીઓ અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોના પાપે આ બનેલો પુલ નિર્દોષ જનતાના અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય એમ લાગે છે. શા માટે આ પુલને તાકીદે રીપેર કરાતો નથી? અને શા માટે આ તકલાદી બાંધકામ કરનાર એજન્સી સામે પગલાં લેવાતા નથી? કોન્ટ્રાક્ટર સામે કાયદેસર પગલાં કેમ લેવાતા નથી? તંત્રના અધિકારીઓ ચૂપ કેમ છે? વિરોધપક્ષ મૌન કેમ છે? એ પ્રશ્ન લોકોમાં ચર્ચા રહ્યો છે. વિકાસના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. આવા તકલાદી બાંધકામોમાં મોટા પાયે ખાઈકી ને ભ્રષ્ટાચાર થતો હોવાને કારણે સરવાળે તો પ્રજાને સહન કરવાનો વારો આવે છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT