BREAKING: સુરતમાં AAPના અન્ય ઉમેદવારોને પાર્ટી દ્વારા અજાણ્યા સ્થળે ખસેડાયા, લોકેશન જણાવાયું નથી
સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં ગઈકાલે સુરતથી ભારે ચર્ચા વિવાદો પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન ઝરીવાલાએ નોમિનેશન ફોર્મ પરત…
ADVERTISEMENT
સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં ગઈકાલે સુરતથી ભારે ચર્ચા વિવાદો પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન ઝરીવાલાએ નોમિનેશન ફોર્મ પરત ખેંચી લીધું છે. તેવામાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે સુરતના અન્ય તમામ બેઠકોના ઉમેદવારોને આમ આદમી પાર્ટી દ્વારા કોઈ અજાણ્યા સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. વિગતો પ્રમાણે તેમના ફોન ચાલુ છે પરંતુ લોકેશન શેર કરવામાં આવ્યું નથી.
નોમિનેશન પરત લેવાની છેલ્લી તારીખ..
પહેલા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે નોમિનેશન પરત ખેંચવાની આજે છેલ્લી તારીખ છે. તેવામાં હવે આમ આદમી પાર્ટીએ સુરતની તમામ બેઠકોના ઉમેદવારોને એક અજ્ઞાત સ્થળે ખસેડી લીધા છે. તેવામાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં આમ આદમી પાર્ટી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. અહીં તેમના પાસે મોબાઈલ ફોન એક્ટિવ છે પરંતુ લોકેશન શેર કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પરત ખેંચવાની આજે 3 વાગ્યે છેલ્લી સમય મર્યાદા છે.
ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથે કરી વાતચીત..
સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલથી પરિવાર સાથે ઘરેથી ગુમ થયેલા AAPના સુરત ઈસ્ટના ઉમેદવાર કંચન ઝરીવાલા આજે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા અને પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. આ અંગે ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ પર આરોપો લગાવ્યા હતા અને જણાવ્યું કે ગઈકાલે ઝરીવાલા પર તેઓ ફોર્મ પાછું ખેંચે એવું દબાણ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું કે કાલે ROની ઓફિસથી ભાજપના ગુંડાઓ ઉમેદવારને લઈને ક્યાંક જતા રહ્યા હતા. કાલથી લઈને અત્યારે સવાર સુધી તેઓ ગાયબ રહ્યા હતા. કાલે એમના ઘરે પણ તાળું માર્યું હતું. તેમના સંબંધીઓ અને પાડોશીઓ સાથે વાતચીત કરી ત્યારે જાણ થઈ કે તેમને મારવાની ધમકી મળી છે. ચૂંટણી ન લડે એના માટે ઘણું દબાણ કરાયું હતું.
ADVERTISEMENT