BREAKING: કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સામે વધુ એક FIR દાખલ, આક્રોશ રેલીમાં શરતો ભંગ થયા બાદ કાર્યવાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની /નવસારીઃ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય તથા આદિવાસી લોકનેતા અનંત પટેલ સામે વધુ એક FIR દાખલ કરવામાં આવી છે. આદિવાસી આક્રોશ રેલીમાં શરતોને આધીન જે મંજૂરી આપી હતી એનું ઉલ્લંઘન થતા FIR નોંધવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અનંત પટેલ પર હુમલા પછી પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીથી નારાજ આદિવાસી સમાજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવામાં વધુ એક FIR કેમ થઈ એની વિગતો પર નજર કરીએ…

આક્રોશ રેલીમાં શરતોનું ઉલ્લંઘન થતા FIR…
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સામે વધુ એક FIR નોંધવામાં આવી છે. આદિવાસી આક્રોશ રેલીને કુલ 22 અલગ અલગ શરતોને આધારે મંજૂરી આપવામાં આવી હતી. જેનું પાલન ન થતા આ પગલું ભરાયું છે. ઉલ્લેખનીય છે કે કલેક્ટર કચેરીના 200 મીટર વિસ્તારમાં સરઘસ, ધરણા, સભા લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોવા છતા આનું ઉલ્લંઘન કરાયું હતું.

ADVERTISEMENT

વળી મંજૂરીની શરતો પ્રમાણે આક્રોશ રેલીની સમય મર્યાદા પણ નક્કી કરાઈ હતી, પરંતુ એ નિશ્ચિક કરાયેલી સમય મર્યાદા કરતા પોણા ત્રણ કલાક રેલી વધારે ચાલી હોવાથી આકરા પગલા ભરાયા હોવાનું સામે આવ્યું છે.

જાણો કઈ કઈ શરતોનો ભંગ થયો
ઉલ્લેખનીય છે કે રેલીની મંજૂરીની 22 શરતોમાંથી 5થી વધુનો ભંગ થયો હતો જેના કારણે મંજૂરી રદ થઈ અને FIR નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય, 9 આદિવાસી આગેવાનો સહિત મંજૂરી મેળવનારા નવસારી શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ધર્મેશ માળી અને પૂર્વ શહેર પ્રમુખ દિપક બારોટ સામે જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.

ADVERTISEMENT

ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જેના આરોપીઓને પકડવામાં પોલીસની ભૂમિકાથી નારાજ થતા આદિવાસી આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. અગાઉ પણ ધારાસભ્ય અનંત પટેલ સામે ખેરગામ પોલીસ સ્ટેશનમાં 3 ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT