VIDEO: મધ્યપ્રદેશમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત; 60થી વધુ દાઝ્યા
મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ અકસ્માતમાં છ લોકોના મોત , 60થી વધુ દાઝ્યા ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા Major Blast At Firecracker Factory: મધ્યપ્રદેશના…
ADVERTISEMENT
- મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ
- અકસ્માતમાં છ લોકોના મોત , 60થી વધુ દાઝ્યા
- ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
Major Blast At Firecracker Factory: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે. આ ફેક્ટરીમાં કામ કરતા અનેક લોકો દટાયા હોવાની આશંકા છે.
ફેકટરી ગેરકાયદે સંચાલિત હોવાનો દાવો
મળતી માહિતી મુજબ, ફટાકડાં ફેક્ટરી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે આજુબાજુ વિસ્તારના લગભગ 50થી વધુ મકાનો પણ લપેટમાં આવ્યા હોવાની આશંકા છે. 60થી વધુ દાઝ્યા હોવાની માહિતી છે. 100થી વધુ મકાનોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
#WATCH | Madhya Pradesh: People injured in the massive fire that broke out in a firecracker factory in Harda, are being shifted to a hospital for treatment. Fire tenders have reached the spot, several people are feared trapped. pic.twitter.com/rwEzdIUUJX
— ANI (@ANI) February 6, 2024
ADVERTISEMENT
ફાયર ફાઈટર આગને કાબૂ કરવાની પ્રયત્ન કરી રહ્યા છે
ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાઈટર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ પર કાબૂ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે કારણ કે ત્યાં ફટાકડા રાખવામાં આવ્યા છે, જેના કારણે આગ સતત ભડકી રહી છે. પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જો કે આ ફેક્ટરીમાં કેટલા લોકો છે તેની કોઈ માહિતી નથી. તેમનું કહેવું છે કે ફેક્ટરીમાં લાગેલી આગને કોઈપણ માધ્યમથી કાબૂમાં લેવાની પહેલી પ્રાથમિકતા છે.
ADVERTISEMENT