Breaking: મોરબીમાં NCP ના નેતા રેશ્મા પટેલની અટકાયત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મોરબીની દુર્ઘટના બાદ મોરબીની મુલાકાતે અનેક નેતાઓ આવી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબીની મુલાકાતે આવ્યા છે. આ દરમિયામન NCPના નેતા રેશ્મા પટેલ પણ મોરબીની મુલાકાતે છે. ત્યારે રેશ્મા પટેલની મોરબી ખાતે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. રેશ્મા પટેલ આજે મોરબી સિવિલ ખાતે મોરબી બ્રીજ દૂર્ઘટનામાં પિડીતોની મુલાકાત લેવાના હતા. ત્યારે બ્રીજ દુર્ઘટના સ્થળેથી રેશ્મા પટેલની અટકાયત કરવામાં આવી.

પીડિતોને મળવા આવ્યા હતા રેશ્મા પટેલ 
રેશા પટેલે જણાવ્યુ કે, મોરબી બ્રિજ જેવી દુઃખદ ઘટનાઓ બને છે ત્યારે દોષીઓના નામે માત્ર નાના માણસોની ધરપકડ કરી ભાજપ સરકાર દ્વારા દેખાડો કરવામાં આવે છે અને સાચા ગુનેગારો ભયમુક્ત ફરે છે. ઓરેવા કંપનીના મુખ્ય જવાબદાર વ્યક્તિઓની ધરપકડ કરવાની અમે માંગ કરીએ છીએ.આજે અમે મોરબી ખાતે તંત્રને મળીને રજુઆત કરીશુ અને પીડિતોને મળીશું.

રેશ્મા પટેલે ભાજપ સરકાર પર કર્યા હતા પ્રહાર
વધુમાં રેશમા પટેલે જણાવ્યું કે, ભાજપ સરકાર ચૂંટણી જીતવા માટે ભટકતી સરકાર બની ગઈ છે. માનવ જમાવડાં થાય એવા ઘણા બધા પ્રવાસન સ્થળો ઉપર જે નકોર વ્યવસ્થા અને દેખરેખ કરવાની હોય એ નથી કરતી. માનવ જીવનને મૂલ્ય વગરનું કરી દીધું છે, આવી દુઃખદ ઘટનાઓમાં લોકોના જીવ ગુમાવ્યા પછી મનોમંથનની જરૂર નથી, પરંતુ ઘટનાઓ ના બને એ પેલા જ સરકારે ચિંતન કરવાની જરૂર છે. મોરબીમાં વડાપ્રધાનની મુલાકાત માત્ર રાજકીય લાભનો રસ્તો બનીને ના રહે એ વિનંતિ કરું છું અને સાચા ગુનેગારોને દબોચવા માંગ કરું છું.

ADVERTISEMENT

વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ 

    follow whatsapp

    ADVERTISEMENT