BREAKING: મોરબી દુર્ઘટનામાં અત્યારસુધી 141 લોકોના મોત, 20 રેસ્ક્યૂ બોટ સાથે બચાવ કામગીરી શરૂ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ 30 ઓક્ટોબર રવિવારનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં કાળી શ્યાહીથી લખાશે. ગત દિવસે મોરબી ખાતે આવેલો ઝૂલતો પૂલ નદીમાં તૂટી પડતા 400થી વધુ લોકો પાણીમાં ખાબક્યા હતા. જેને લઈને અત્યારસુધી અધિકારિક મૃત્યુઆંક 141 પહોંચી ગયો છે, જોકે અત્યારે 20 રેસ્ક્યૂ બોટ સાથે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ છે. જેમાં નેવી, આર્મી, ફાયર બ્રિગેડ, NDRF, SDRFની ટીમો કાર્યરત રહી છે.

અત્યારસુધી 177 લોકોનો આબાદ બચાવ
મોરબી દુર્ઘટનામાં અત્યારે આર્મી, નેવી, એરફોર્સ, ફાયર બ્રિગેડ, NDRF, SDRFની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન જંગી ધોરણે ચાલી રહ્યું છે. વળી અત્યારે વોટરપ્રુફ કેમેરા દ્વારા કાદવની અંદર કે ક્યાંય મૃતદેહો ફસાયા નથી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નદીમાંથી પાણી ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ પડી ગયેલા પુલને ઉપર ઉઠાવીને તેની નીચે તો કોઇ નથી ફસાયું તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. એરફોર્સ, નેવી, એસડીઆરએફ, એનડીઆરએફ, એસઆરપી, સ્થાનિક પોલીસ તંત્ર, સ્થાનિક તંત્ર સહિતની તમામ તાંત્રિક શાખાઓ કામે લાગી છે. રાહત અને બચાવકામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

ADVERTISEMENT

બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી

  • રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર
  • કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર
  • ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ
  • સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન
  • સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ

મૃતકોને રૂ.4 લાખની સહાયની જાહેરાત
બીજી તરફ સમગ્ર દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા મૃતકોને રૂ. 4 લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપશે.

ADVERTISEMENT

With Inputs- સૌરભ વક્તાનિયા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT