BREAKING: ચૂંટણી હાર્યા પછી AAPનાં સંગઠનમાં ફેરફાર! અલ્પેશ કથીરિયા નવા પ્રમુખ બને તેવી અટકળો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતથી 156 બેઠકો જીતી સરકાર બનાવી લીધી છે. ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીની સ્થિતિ ગાજ્યા મેઘ વરસ્યા નહીં તેવી થઈ ગઈ છે. આવામાં હવે ચૂંટણીમાં હાર્યા પછી આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટા પાયે ફેરફાર થવાના એંધાણ જણાઈ રહ્યા છે. એટલું જ નહીં અત્યારે AAPના પ્રમુખ પદે પણ મોટાપાયે ફેરફાર થવાની શક્યતાઓ જણાઈ રહી છે. ત્યારે અલ્પેશ કથીરિયા નવા પ્રમુખ હશે તેવી અટકળો અત્યારે વહેતી થઈ છે. ચલો વિગવાર નજર કરીએ…

અલ્પેશ કથીરિયા બનશે નવા પ્રમુખ?
આમ આદમી પાર્ટીના નવા પ્રમુખ તરીકે અલ્પેશ કથીરિયાની પસંદગી થઈ શકતી હોવાની અટકળો વહેતી થઈ છે. જ્યારે બીજી બાજુ ગોપાલ ઈટાલિયાની વાત કરીએ તો તેમને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી આમ આદમી પાર્ટી આપી શકે છે. આવી રીતે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી અત્યારે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સજ્જ થઈ ગઈ છે. તથા પાર્ટીમાં નવી રણનીતિ સાથે જંગી ફેરફાર પણ કરી શકે છે.

ADVERTISEMENT

આ ધારાસભ્યો ઈસુદાન સાથે દિલ્હી પહોંચ્યા
ખાસ વાત છે કે, ભૂપત ભાયાણીની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ઉઠી હતી, જે બાદ તેમણે પાર્ટીના સૈનિક હોવાનું નિવેદન આપ્યું હતું, જ્યારે અન્ય ધારાસભ્યોએ પણ પોતે AAPમાં જ રહેશે એમ જણાવ્યું હતું. જોકે તેમ છતાં તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ત્યારે ઈસુદાન ગઢવી અને ધાર્મિક માલવિયા આ ધારાસભ્યોને લઈને દિલ્હી પહોંચ્યા હતા. જેમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ આહીર તથા ગરિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી દિલ્હી પહોંચ્યા હતા.

કેજરીવાલ સાથેની બેઠકમાં શું લેવાયો નિર્ણય?
નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે AAPના મોટાભાગના આગેવાનો પણ દિલ્હી ગયા હતા. ત્યારે દરેક સાથે અરવિંદ કેજરીવાલે બેઠક કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેમાંથી આ બેઠક બાદ સંગઠનમાં મોટાપાયે ફેરફાર આવી શકે છે એવા સંકેતો સામે આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT